આદિત્યાણામાં ભાજપના સુધરાઈ સભ્ય સહિત બે ની કરપીણ હત્યા

April 16, 2018 at 3:52 pm


પોરબંદર નજીકના આદિત્યાણામાં ગત રાત્રે 12 વાગ્યે ભાજપના સુધરાઈ સભ્ય સહિત બે ની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. ગામના રામદેવપીર આેટલે બેઠેલા ભાજપના સુધરાઈ સભ્ય હાજા વિરમ ખુંટી (ઉ. વર્ષ 40) અને કાના ભકા કડછા (ઉ. વર્ષ 45) ઉપર ભાજપના વિપક્ષી નેતા સુધરાઈ સભ્ય વિંજાભાઇ રામદે મોઢવાડીયા અને અન્ય પાંચ જેટલા શખ્સો લોખંડના પાઈપ અને છરીઆે સાથે તૂટી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ આ ડબલ મર્ડર કરીને તમામ આરોપીઆેને નાસી છૂ છે. જેનું ખૂન થયું તે કાના ભુકા કડછાના પત્ની ગીતાબેને પોલીસમાં વિપક્ષી નેતા વિંજા રામદે મોઢવાડીયા અને અન્ય પાંચ-છ અજાÎયા શખ્સો સામે ફરિયાદ નાેંધાવી છે. આ બનાવ ઘણાં વર્ષો પહેલા મરણ જનાર હાજા વિરમ ખુંટીના મકાનના નળીયા સહિત ઉપરનો ભાગ વિંજા રામદે વગેરેએ તોડી પડ્યો હતો. ત્યારથી જુના વેરઝેર ચાલ્યા આવતા હતા અને તે અનુસંધાને હત્યા થઈ હોવાનું ફરિયાદમાં નાેંધાયેલ છે આ ઉપરાંત ચૂંટણીનું મનદુઃખ હોવાનું પણ જાણવા મળે છે. પોરબંદરથી એસ.પી. સહિત ગ્રામ્ય ડી.વાય.એસ.પી. અને અન્ય પોલીસ અધિકારીઆે દોડી ગયા છે અને નાસી છૂટેલા આરોપીઆેને ઝડપી લેવાના પ્રયાસો રાણાવાવના પી.એસ.આઈ. પટેલ સહિત પોલીસ કાફલા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. છેલ્લા ઘણાં વર્ષોથી આદિત્યાણામાં એકંદરે શાંતિ હતી પરંતુ આ ડબલ મર્ડર પછી ગામમાં શાંતિમાં પલીતો ચંપાયો હોવાની ચર્ચાઆે શરૂ થઈ ચૂકી છે. કારણ કે અગાઉ 1984 માં એકસાથે પાંચ મર્ડર થયા હતા અને 14 વર્ષ પહેલા પણ ડબલ મર્ડર થયું હતું.

Comments

comments

VOTING POLL