આદિપુરમાંથી વેપારીનું અપહરણ કરી માર મારીને ભદ્રેશ્વર પાસે છોડી મુકક્યો

August 13, 2018 at 10:50 pm


ઈજાગ્રસ્ત હાલમાં સારવારતળે ખસેડાયા, બુકાનીધારીઆેનું કારસ્તાન, કારમાં પણ તાેડફોડ કરી

આદિપુરમાંથી માતા સાથે જઈ રહેલી વેપારીનું બુકાનીધારીઆે અપહરણ કરીને લઈ ગયા હતા માર મારીને ગંભીર ઈજાઆે પહાેંચાડી ભદ્રેશ્વર નજીક ફેંકી દીધા હતા. પાેલીસે તાકિદે હરકતમાં આવીને તપાસ શરૂ કરી છે. પણ આલખાય છે ત્યાં સુધીમાં પાેલીસે ચોપડે ફરીયાદ નાેંધાઈ નથી.

મળતી વિગતાે મુજબ આદિપુરમાં કાપડના વેપારી દિપકભાઈ ખાટવાણી તેની માતા સાથે કારમાં જઈ રહ્યાા હતા ત્યારે બુકાનીધારી શખ્સાેએ આવી કારમાં તાેડફોડ કરીને વેપારીનું અપહરણ કરીને લઈ ગયા હતા. ભોગ બનારની માતાએ પાેલીસને જાણ કરતા કાયદાના રક્ષકો હરકતમાં આવ્યા હતા. પાેલીસની સાથે સાથે લોકલ ક્રાઈમ બ્રાંચ સહિતની એજન્સીઆે તપાસ શરૂ કરી હતી. દરમિયાન અપહરકારોએ વેપારી દિપક ખટવાણીના હાથમાં ઈજાઆે પહાેંચાડતા હાથની નસ કપાઈ ગઈ છે અને પડખામાં પણ હથિયારથી ઈજાઆેના નિશાન છે. માર મારી ગંભીર હાલતમાં ભદ્રેશ્વર નજીક ફેકી દીધો હતાે. ત્યાંથી તેને સારવાર તળે ગાંધીધામની ખાનગી હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. આલખાય છે ત્યાં સુધીમાં પાેલીસ મથકે હજુ ફરિયાદ થઈ નથી પાેલીસના કહેવા મુજબ આજે ભોગ બનનાર ફરિયાદ નાેંધાવા તૈયાર નથી તબીયતમાં સુધારા બાદ પાેલીસ ફરિ તેની પાસેથી માહિતી લઈને ફરીયાદ નાેંધવાની તજવીજ શરૂ કરાશે. અપહરણકાર બુકાનીધારી શખ્સાેએ ભોગ બનનાર વેપારીની કારમાં પણ તાેડફોડ કરી હતી. પાેલીસ બધી પડીઆે જોડી રહી છે અને તપાસ શરૂ કરી છે.

Comments

comments

VOTING POLL