આદિપુરમાં ચાલતા આઇપીએલના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ: ૧૦ ઝડપાયા

April 18, 2019 at 10:37 am


આજકાલ પ્રતિનિધિ–ગાંધીધામ
આદિપુરમાં મોટાપાયે ક્રિકેટ સટ્ટો ચાલતો હોવાની ચોકકસ બાતમીને આધારે બોર્ડર રેન્જ, એલસીબી, એસઓજી સહિતના સ્ટાફે મંત્રી બંગલા નં.બી–૩માં દરોડો પાડી રાજકોટના એક સહિત ૧૦ શખસોને ઝડપી લઈ તેની પાસેથી ૭૨ મોબાઈલ, પાંચ લેપટોપ, ત્રણ એલઈડી ટીવી, ૫૪ હજારની રોકડ, બે કાર સહિત ચાર વાહનો મળી કુલ રૂા.૨૭.૭૫ લાખની મત્તા કબજે કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. બનાવના પગલે બુકી બજારમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આદિપુરમાં મંત્રી બંગલા નં.બી–૩માં ક્રિકેટ સટ્ટો ચાલતો હોવાની ચોકકસ બાતમીને આધારે સાઈબર સેલના પીઆઈ જાડેજા, બોર્ડર રેન્જ અને એસઓજીના પીઆઈ એમ.એસ.રાણા, એલસીબીના પીએસઆઈ રબારી, એસઓજીના પીઆઈ જાડેજા તથા એએસઆઈ પ્રવિણસિંહ, દેવરાજભાઈ, નરશીભાઈ, પ્રહલાદસિંહ, પુષ્પરાજસિંહ, વિક્રમસિંહ, નરશીભાઈ, રમજુભાઈ, તખતસિંહ, અજયસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસે રાજકોટમાં જંકશન
પ્લોટમાં રહેતો ભાવેશ જગદીશ પંડયા તેમજ મોરબીનો અબ્દુલ હમીદ ઉર્ફે સુમન ચાનીયા, મહમદ હનીફ ઉર્ફે બાબુ, ગુલામ ચાનીયા, ઈસ્માઈલ નુરમામદ ચાનીયા, શોકત અલારખા ચાનીયા, રફીક જુમા ચાનીયા (રહે. રાજકોટ આજી વસાહત), યુનુસ કાસમ સંધી, આસીફ તૈયદ આધમ, ફારૂક અબુ મેમણ અને મોહસીન મહમદ માજોઠીની ધરપકડ કરી તેની પાસેથી ૭૨ મોબાઈલ, પાંચ લેપટોપ, ત્રણ એલઈડી, કોમ્યુનીકેશન કોન્ફરન્સના મશીન, ૫૪ હજારની રોકડ, ચાર વાહનો મળી કુલ રૂા.૨૭.૭૫ લાખની મત્તા કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments