આદિપુરમાં દુકાનમાંથી ચોરાયેલી સાડીઓ સાથે બે શખ્સો ઝડપાયા

May 25, 2019 at 9:00 am


આદિપુરની દુકાનમાંથી ચોરાયેલ સાડીઓ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા.
આ બનાવની મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે તપાસ કરતાં નરેશ કાનજીભાઈ મહેશ્વરી (રહે. બે વાડી આદિપુર) અને રમેશ ઉર્ફે રામ દામજીભાઈ મહેશ્વરી (રહે. આદિપુર)ના કબ્જામાંથી સાડી નંગ ર૯, કિ.રૂ. ૩૧૩૦૦ તથા ગુનામાં વપરાયેલ મોટર સાયકલ નં. જી.જે. ૧ર સી.એચ. ૭પપ૪ કિ.રૂ. ર૦ હજાર મળી કુલ પ૧૩૦૦ના મુદામાલ ઝડપી પાડયો હતો. આ અંગે તપાસ કરતાં તાજેતરમાં જ આદિપુર ૬૪ બજારમાં આવેલ નિલકંઠ સાડી સેન્ટરમાંથી ચોરાયેલ સાડીનો જથ્થો હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલ છે. પૂર્વ કચ્છ એલસીબીને ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. બન્ને આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL