આદિપુરમાં સગીરાનું શોષણ કરીને વિડીયો કરાયો વાયરલ

August 20, 2018 at 8:55 pm


તરૂણવયના બે ઈસમો સામે નાેંધાવાઈ ફરીયાદ

આદિપુરના એક સગીરા સાથે લગ્નની લાલચે શારિરીક શોષણ કરી અન્ય એક ઈસમે અલીલ ફોટો વાયરલ કરતા આ બનાવમાં ફરીયાદ નાેંધાવાઈ છે. આદિપુર પાેલીસે જણાવ્યું હતું કે, શહેરના ત્રણ વાડી વિસ્તારમાં 4થી પ મહિના પહેલા આ ઘટના બનવા પામી હતી. ત્રણવાળી સેવા પુંજમાં રહેતા એક ઈસમે ફરિયાદીની સાેળ વર્ષિય સગીર પુત્રીનું લગ્નની લાલચે અપહરણ કર્યું હતું. ત્યારબાદ આ ઈસમે સગીરા સાથે શારિરીક શોષણ કર્યું હતું. તાે બીજી તરફ અંજાર તાલુકાના દુધઈના શખ્સે આદિપુરના શખ્સ પાસેથી ભોગ બનનારના અલીલ ફોટા અને વિડિયો મેળવ્યા હતા. આ ઈસમે આ ફોટા અને વિડીયો વાયરલ કરી સગીરાને બદનામ કરવાની કોશીષ કરી હતી. બન્ને ઈસમો સામે પાેક્સાે અને આઈ.ટી.એક્ટ સહિતની કલમોતળે ગુનાે દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ પાેલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Comments

comments