આદું વાળું દૂધ પીવાથી થાય છે કેટલીય બીમારીઓ દૂર, જાણો કયા સમયે તેને પીવું જોઈએ….

December 27, 2018 at 9:05 pm


આદૂવાળું દૂધ આપે છે અનેક બીમારીઓથી છૂટકારો જાણો કયા સમયે પીવું હિતાવહ આદુવાળી ચા જેટલી સ્વાદિષ્ટ લાગે છે. એટલું જ આદુ શરીર માટે હિતાવહ છે. આદુના ફાયદાઓ વિશે મોટા ભાગના લોકો જાણે છે પરંતુ થોડા લોકોને ખબર છે આદુ મિશ્રિત દૂધ પીવાથી તેના ફાયદાઓ અનેક ગણા વધી જાય છે.

આદુમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો હોવાથી શરદી અને તાવમાં રાહત મળી રહે છે. વાઇરલ ફ્લૂ વાળા દર્દીને આદુ ખાવાની સલાહ આપવામાં આવે છે. આમ પણ દૂધને સૌથી વધુ પૌષ્ટિક અને સંપૂર્ણ આહાર તરીકે ગણવામાં આવે છે. જ્યારે તમે તેમાં આદુ ભેળવો છો, ત્યારે તમને આ બે પૌષ્ટિક વસ્તુઓનો એકસાથે ફાયદો થાય છે. આદુના અનેક ફાયદાઓ વિશે વાત કરીએ તોઆદુના નાના નાના ટુકડાઓ કરી તેને દૂધમાં નાખી ઉકળવા દો અને પછી ગાળી લો. જો તમે ઇચ્છો તો ખાંડ પણ એડ પણ કરી શકો છો. સૂતા પહેલાં આ દૂધ પીવું ફાયદાકારક છે. આ દૂધ દ્વારા પાચનતંત્ર વધે છે. તે પાચન પ્રણાલીને કબજિયાત, પેટના દુખાવો, એસિડિટી, એસિડ રિફ્ક્સથી સુરક્ષિત કરે છે.આદુ શરીરમાંથી એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મોને નાશ કરવા ઉપયોગી છે. આદું વાળું દૂધ પીવાથી ગાળાનો દુખાવો દૂર થાય છે. આદુનો રસ પીવો પણ ખૂબ જ ફાયદાકારક છે. આનાથી જો ગાળાનું ઇન્ફેકશન હશે તો પણ જલ્દી દૂર થશે. જો તમે ગળાના દુખાવાથી પીડાતા હોવ તો રાત્રે ઊંઘતા પહેલા આદુવાળું દૂધ પીવો અને આ પછી એક કલાક સુધી પાણી પીવું નહીં. અથવા તો દૂધ સાથે એક ચમચી આદુ પાવડર મિક્સ કરીને પીવાથી પણ રાહત મળે છે.

Comments

comments

VOTING POLL