આધારકાર્ડ સિસ્ટમમાંથી નીકળી જવાનો લોકોને વિકલ્પ આપશે સરકાર

December 6, 2018 at 10:43 am


આધારકાર્ડને લઈને અનેક ગુંચવણો હંમેશા રહી છે. સુપ્રીમ કોર્ટે ઘણી ટકોર પણ કરી છે. લોકોમાં પણ કચવાટ રહેલો છે અને અંતે કેન્દ્ર સરકારે અત્યંત મહત્ત્વનો અને ઐતિહાસિક નિર્ણય લેવાની હિંમત બતાવી છે અને ટૂંક સમયમાં જ સરકાર આધારનંબર વિથડ્રાે કરી લેવાનો લોકોને વિકલ્પ પૂરો પાડશે. એમના બાયોમેટ્રિક્સ અને ડેટા હટાવી લેવાનો પણ વિકલ્પ સરકાર લોકોને પૂરો પાડશે અને આ દરખાસ્તને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આધાર એક્ટમાં આમૂલ પરિવર્તન કરવામાં આવશે અને ત્યારબાદ કેન્દ્ર સરકાર આ દરખાસ્તને મંજૂરી આપી દેશે. અત્યારે આ દરખાસ્તનું કામ ફાઈનલ સ્ટેજમાં છે.

ગત સપ્ટેમ્બર માસમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો હતો અને આધારની વેલિડીટીને માન્ય કરી હતી પરંતુ સુપ્રીમે કેટલીક શરતો રાખી હતી.

સુપ્રીમની બંધારણીય બેન્ચે આધાર એક્ટની કલમ-57ને રદ કરી હતી જે ખાનગી કંપનીઆેને વેરિફીકેશન માટે યુનિક નંબરનો ઉપયોગ કરવાની છૂટ આપતી હતી. સુપ્રીમની બેન્ચે એમ પણ ફરમાવ્યું હતું કે, બેન્ક એકાઉન્ટ સાથે આધારને લિન્ક કરવા અને સીમકાર્ડ સાથે આધારને લીન્ક કરવા તે ગેરબંધારણીય છે.

ત્યારબાદ યુઆઈડીએઆઈ દ્વારા એક નવી દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને તે રજૂ કરવામાં આવી છે અને જે મુજબ આધારકાર્ડ હોલ્ડરોને આધાર નંબર વિથડ્રાે કરી લેવા અને બાયોમેટ્રિક અને ડેટા હટાવી લેવાનો વિકલ્પ પૂરો પાડશે અને જો આમ થશે તો આપણા દેશમાંથી સેંકડો આધારકાર્ડધારકો કદાચ વિથડ્રાે થાય તેવી પણ શક્યતા છે. પ્રથમ આ દરખાસ્ત કાયદા મંત્રાલય સમક્ષ ગઈ હતી. કાયદા મંત્રાલયે એવી ભલામણ કરી હતી કે દેશના તમામ આધારકાર્ડધારકોને આ વિકલ્પ મળવો જોઈએ. કોઈ પણ એક ચોક્કસ જૂથને આવી સુવિધા મળવી ન જોઈએ. હવે આ દરખાસ્ત કેબિનેટને મોકલવામાં આવશે. આ દરખાસ્ત ખાસ કરીને એવા લોકોને જ લાભ આપશે જેમની પાસે પાનકાર્ડ નથી અથવા જેમને તેની જરૂર નથી. દેશમાં 2018ના 12મી માર્ચ સુધી 37.50 કરોડ પાનકાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. 16.84 કરોડ પાનકાર્ડને આધાર સાથે લિન્ક કરી દેવામાં આવ્યા છે. આ દરખાસ્ત મુજબ આધારકાર્ડધારક પોતાનો ડેટા બંધ કરાવી શકશે અને બાયોમેટ્રિકમાંથી પણ હટી શકશે અને આધાર નંબર વિથડ્રાે કરવાનો પણ તેને વિકલ્પ મળશે.

Comments

comments

VOTING POLL