આધારથી છૂટકારો!

March 15, 2018 at 6:34 pm


સર્વોચ્ચ અદાલતે આધારને વિવિધ સેવા અને સરકારની કલ્યાણ યોજનાઆેની સાથે જોડવાની 31મી માર્ચની મહેતલને 12 આંકડાના બાયોમેટિ²ક નંબરની યોગ્યતાને લગતો બંધારણીય બેન્ચનો ચુકાદો ન આવે ત્યાં સુધી લંબાવી છે. સર્વોચ્ચ અદાલતના આ આદેશથી સૌથી વધુ રાહત સિનિયર સિટીઝનોને થઈ છે, જેમને આધાર લિંક કરાવવા અને આધારમાં કરેકશનો પણ કરાવવા માટે ધક્કા ખાવામાંથી હાલ તરત તો નિરાંત થશે.
સવાલ અહી આધાર યોગ્ય છે કે નહી એનો નથી કારણકે અનેક પ્રકારની ગેરરીતિઆેને રોકવા માટે આધાર જેવી વ્યવસ્થા હોવી જ જોઇએ એની ના નહી, પરંતુ સરકાર જે રીતે ધાકધમકી આપીને આધાર લિંક કરાવવા દબાણ કરે છે એ અયોગ્ય છે.મોબાઇલ સિમકાર્ડ લેવા જાવ તો આધાર વગર એ મળતો નથી, બેંકમાં ખાતું ખોલાવવા જાવ તો આધાર વગર એ શક્ય નથી. અરે, ખોલાવેલું ખાતું આધાર સાથે લિંક કરાવો નહી તો એ બંધ કરી દઇશું એવા સંદેશા બેંકો મોકલ્યા જ કરે છે. બીજી બાજુ આધાર લેવા માટે જાવ તો એનું સેવાકેન્દ્ર ક્યાં છે એ શોધવામાં જ દમ નીકળી જાય છે. એ મળી ગયું તો ત્યાં લાગતી લાઇન જોઇને ચક્કર આવી જાય. સરકાર પહેલાં આધાર સહેલાઇથી મળી રહે એવી વ્યવસ્થા કરે અને પછી એને લિંક કરાવવાનું ફરજિયાત કરે તો સારું.
અગાઉ કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતુ કે, મોબાઈલ ફોન અને બેંક અકાઉન્ટ ઉપરાંત જુદી જુદી સરકારી યોજનાઆે સાથે આધાર કાર્ડ લિંક કરવાની 31મી માર્ચની આખરી સમય મર્યાદા જો આવશ્યક હશે તો લંબાવી શકશે. જે લોકો હજી સુધી મોબાઈલ સેવા કે બેંકના ખાતા સાથે આધાર કાર્ડને જોડાવી શક્યા નથી તેમને માટે આ બાબત રાહતના શ્વાસ જેવી બનતી હતી. સરકાર વતી એટન} જનરલ વેણુગોપાલે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચને જણાવ્યું હતું કે, કેન્દ્રે ભૂતકાળમાં આ સમય મર્યાદા લંબાવી આપી છે અને તે ફરી એમ લંબાવી આપી શકે એમ છે. અરજદારોએ તેમના પક્ષએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, આધાર કાર્ડને મોબાઈલ અને બેંક ખાતા સાથે લિંક કરવાની આખરી સમયમર્યાદાની તારીખ નજીક આવતી જતી હોઈ આ કેસનો નિવેડો 31 માર્ચ સુધી આવે એ અસંભવિત છે.

Comments

comments

VOTING POLL