આધેડ પર બે શખ્સોએ પાઇપ અને લાકડી વડે કરેલો હુમલો

February 3, 2018 at 11:53 am


વાવડી (ગજાભાઇની) ગામે જુના ઝઘડાની અદાવતે
સિહોર તાલુકાના વાવડી (ગજાભાઇ) ની ગામે રહેતા આધેડને જુના ઝઘડાની દાઝ રાખી બે શખ્સોએ ગાળો દઇ લાખડના પાઇપ અને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટ હતા.
આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના વાવડી (ગજાભાઇ) ની ગામે રહેતા દલીત મગનભાઇ પ્રેમજીભાઇ પરમાર (ઉ.વ.45) એ ખેત મજુરી કામ કરી તેના પરિવારનુ ગુજરાન ચલાવે છે.
મગનભાઇ પરમારને આજ ગામમાં રહેતા શામજીભાઇ માલાભાઇ પરમાર અને મગનભાઇ જેમાભાઇ પરમાર સાથે થાેડા દિવસ પુર્વે ઝઘડો થયો હતો. આ ઝઘડાની દાઝ રાખી મગનભાઇ ગત તા. 30મી એ રાત્રે તેના ઘરે આવી રહયા હતા ત્યારે જુના ઝઘડાની દાઝ રાખી શામજી પરમાર અને મગન પરમારે એક સંપ કરી ગાળો દઇ લોખંડના પાઇપનો ઘા કપાળમાં મારી તેમજ લાકડી વડે મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટéા હતા. મારામારીના બનાવ અંગે મગનભાઇએ સોનાગઢ પોલીસમાં ફરીયાદ લખાવતા પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નાેંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL