આનંદનગરમાં પ્લાસ્ટીકના કારખાનામાં આગ ભભૂકી

January 15, 2019 at 2:25 pm


આગમાં મશીનરીતેમજ મટીરીયલ્સ બળીને ખાક્

શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ પાટી બનાવવાના કારખાનામાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડના કાફલાએ દોડી જઇ આગને આેલવી હતી.
ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના આનંદનગર વિસ્તારમાં વણકરવાસ ઘંટી વાળા ખાંચામાં આવેલ સુરેશભાઇ રાઠોડની માલિકીના પ્લાસ્ટીકની પાટી બનાવવાના કારખાનામાં આગ ભભૂકી ઉઠી હતી. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડના કાફલાએ દોડી જઇ ભારે જહેમત બાદ એક ગાડી પાણીનો છંટકાવ કરી આગને આેલવી હતી. આગમાં મશીનરી પ્લાસ્ટીકના દાણા ઉપરાંતનું મટીરીયલ્સ બળીને ખાક બન્યું હતું. આ અંગેનું કારણ તેમજ નુકશાની અંગેની વિગતો પ્રાપ્ત થઇ શકી ન હતી.

Comments

comments

VOTING POLL