આપણે સંઘનો વિરોધ કરવો જ પડશે નહીંતર ગાંધીના કાર્યકર્તા કહેવાને લાયક નહીં રહીએ: તુષાર ગાંધી

April 18, 2019 at 11:17 am


મહાત્મા ગાંધી પ્રપૌત્ર તુષાર ગાંધીએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ની વિચારધારાને દેશને વહેંચનારી ગણાવી છે. પોરબંદરમાં મહાત્મા ગાંધીના પત્ની કસ્તૂરબા ગાંધીની 150મી જયંતીના અવસર પર બે દિવસીય કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતાં તુષાર ગાંધીએ આ વાત કહી હતી.

સંઘની વિચારધારા સામે લડવાનું આહ્વાન કરતાં તુષારે કહ્યું કે ગાંધીવાદીઓની એકમાત્ર નિષ્ઠા મહાત્મા ગાંધી દ્વારા પરિકલ્પીત ભારતની પ્રતિ હોઈ શકે છે. ગાંધીવાદી નિષ્પક્ષ રહે છે પરંતુ વર્તમાન સમયમાં સંઘ ગાંધીની આદર્શ વિચારધારાઓને પડકારી રહ્યો છે.
તેમણે કહ્યું કે હં સંઘથી નફરત નથી કરતો પરંતુ સંઘની એ વિચારધારાનો મને વિરોધ છે જે દેશના વહેંચવાનું કામ કરે છે તેથી આપણે તેનો વિરોધ કરવો જ પડશે નહીંતર આપણે ગાંધીના કાર્યકતર્િ કહેવાને લાયક પણ નહીં રહીએ.

તુષાર ગાંધીએ કહ્યું કે ગાંધીવાદીઓને લોકતંત્રની રક્ષા માટે પોતાની ભૂમિકા ભજવવી પડશે લોકો આવશે અને ચાલ્યા જશે. આપણે એક મજબૂત લોકતંત્ર છે એટલા માટે આપણે ડરવાની જર નથી. આપણે પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીનો પણ બહિષ્કાર કર્યો હતો જ્યારે તેઓ એક તાનાશાહની જેમ વર્તન કરવા લાગ્યા હતાં પરંતુ હવે આ પ્રકારના વિચારોમાં ઘટાડો આવ્યા છે એટલા માટે આપણે ફરીથી તેને મજબૂત કરવા પડશે.
તુષાર ગાંધીએ સંઘને દક્ષિણપંથી સંગઠન ગણાવતાં મહાત્મા ગાંધીની હત્યા માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે હં મારા પુસ્તક ‘લેટસ કિલ ગાંધી’માં નથુરામ ગોડસેને સંઘના દિશા-નિર્દેશો પર જ મહાત્મા ગાંધીની હત્યારાનો કરાર આપ્યો છે પરંતુ સંઘ હંમેશા તેનો વિરોધ કરી રહ્યો છે.

Comments

comments

VOTING POLL