આફ્રિકામાં મોદી-જિનપિંગ વચ્ચે મુલાકાતઃ સરહદની સ્થિતિ અંગે થઈ ચર્ચા

July 27, 2018 at 10:26 am


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ આqફ્રકા દેશોની મુલાકાતના અંતિમ પડાવ માં પહાેંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો હતો અને સંબોધન કર્યું હતું.
બ્રિક્સ દેશોની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્હોનિસબર્ગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે તેમજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. છેલ્લા થોડા સમયમાં થયેલી આ ત્રણ દેશની આ બીજી મુલાકાત છે. થોડા મહીના પેહલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયા અને ચીનના પ્રવાસે ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ બેઠક બાદ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. વિદેશ મંત્રાલયના અનુસાર બંને નેતાઆે સરહદ પરની સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરી હતી અને બંને નેતાઆેએ સરહદ પર બંને દેશના સેનાઆે વચ્ચે શાંતિનો પ્રયત્ન કરવા સહમતિ દશાર્વી હતી.
આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત તરફથી નિકાસનો મુદ્દાે પણ ઉઠાવ્યો હતો. ભારત ચીન પાસેથી ઘણી બધું આયાત કરે છે પરંતુ નિકાસ આેછી થાય છે.
કેન્દ્ર સરકાર આ અંતરને ઘટાડવા માગે છે. આવનારા 1-2 આેગસ્ટે ભારતનું એક પ્રતિનિધિમંડળ આ મામલે ચીનની મુલાકાતે જશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષના એપ્રિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ઇન્ફોર્મલ સમિટ હેઠળ ચીનની મુલાકાતે ગયા હતા.

Comments

comments

VOTING POLL