આફ્રિકામાં સિરીઝ જીતી ભારતે રચ્યો ઈતિહાસ

February 14, 2018 at 10:54 am


ભારતે સાઉથ આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત શ્રેણી જીતીને એક નવો ઈતિહાસ રચી નાંખ્યો છે.આફ્રિકાને 4-1થી હરાવીને શ્રેણી પર કબ્જો કરી લીધો છે. ભારતે પાંચમી વનડેમાં આફ્રિકાને 275 રનનું ટાર્ગેટ આપ્યું હતું. આ ટાર્ગેટ આફ્રિકાને આ મેદાન પર કરવો કોઈ મોટી વાત નહતી. કેમ કે આ પહેલા આફ્રિકાએ આ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે 300 ઉપરના સ્કોરને પણ ચેસ કરીને મેચ જીતેલી છે. તેવામાં ટીમ ઈન્ડિયાએ આપેલા 275 રનના ટાર્ગેટ સામે ઉતરેલી આફ્રિકાએ ધીમી રમતની શરૂઆત કરી હતી. જોકે, એક ટાઈમે આફ્રિકા મજબૂત સ્થિતિમાં હતી. પંરતુ ભારતીય બોલર્સ ટાઈમે-ટાઈમે વિકેટ નિકાળતા ગયા અને એક ઈતિહાસ રચી નાંખ્યો.
ભારત તરફથી પાંચમી વનડેમાં રોહિત શમર્એિ 115 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તે ઉપરાંત શિખર ધવને વિસ્ફોટક 34 રન અને વિરાટ કોહલીએ 36 રનની ઈનિંગ રમી હતી. આમ ભારતે આફ્રિકાએ 275 રનનો પડકાર આપ્યો હતો. ભારતના પડકારનો પીછો કરવા ઉતરેલ આફ્રિકન ટીમે સારી શરૂઆત કરી હતી. અમલાએ આફ્રિકા તરફથી 71 રનની ઈનિંગ રમી હતી. જ્યારે ક્લાસે 39, મિલર 36 અને કેપ્ટને 32 રનની ઈનિંગ રમી હતી.
ભારતના સાત વિકેટે 274 રનના જવાબમાં સાઉથ આફ્રિકન ટીમ 42.2 ઓવરમાં 201 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. સાઉથ આફ્રિકાની ઇનિંગ્સમાં ડેવિડ મિલરના 36 તથા ક્લાસેનના 39 રન મુખ્ય રહ્યા હતા. કુલદીપે 57 રનમાં ચાર તથા ચહલ અને પંડ્યાએ 2-2 વિકેટ ખેરવી હતી.
ઓપ્નર રોહિત શમર્એિ 115 રનની ઇનિંગ્સ રમી હતી. સાઉથ આફ્રિકામાં આ તેની પ્રથમ તથા ઓવરઓલ 17મી વન-ડે સદી છે. તેણે ડેસમન્ડ હેઇન્સ, જેક્સ કાલિસ તથા રોઝ ટેલરની 17 સદીના વિક્રમની બરોબરી કરી લીધી હતી.
ભારતે વન-ડે શ્રેણીમાં પ્રથમ વખત સારી શરૂઆત કરી હતી. ઓપ્નર રોહિત તથા શિખર ધવને (34) માત્ર 7.2 ઓવરમાં 48 રનની ભાગીદારી નોંધાવી હતી. ધવન આ સ્કોરે ફેલુકવાયોનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રોહિત અને સુકાની કોહલીએ (36) 105 રનની ભાગીદારી નોંધાવી હતી.
ભારતે એક સમયે બે વિકેટે 153 રન બનાવી લીધા હતા. આ સ્કોરે કોહલી તથા 176ના ટીમના સ્કોરે રહાણે (8) રનઆઉટ થતાં ભારતની બેટિંગ વેરવિખેર થઇ હતી. શ્રેયસ ઐયર (30) તથા ધોની (13) મોટી ઇનિંગ્સ રમી શક્યા નહોતા. પંડ્યા પ્રથમ બોલે જ આઉટ થયો હતો. ભારત છેલ્લી પાંચ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 21 રન જ બનાવી શક્યું હતું.

Comments

comments

VOTING POLL