આભ અનરાધાર…

July 20, 2018 at 10:34 am


મેઘલા તારા જળબિંદુમાં એવુંં તે શું છે જાદુ
તુ વરસે ને ઝુમી ઉઠે છે આ મલક આખું
પણં પિયુ એટલે કે રાજન સુરુએ બહુ આેછા શબ્દોમાં વિસ્તારથી વરસાદનો મહિમા સમજાવી દીધો છે. કુદરત સામે બધા લાચાર અને વામણા છે..હજુ થોડા દિવસ પહેલાં જે સુરજદાદાને ક્યાંક છુપાઈ જવા માટે લાખ્ખો-કરોડો લોકો આજીજી કરતા હતા તે જ લોકો આજે સુરજદાદાના દર્શન માટે તડપી રહ્યા છે..મેહુલિયો અનરાધાર વરસી રહ્યાે છે, અરે વરસી રહ્યાે છે એમ કહેવા કરતા નિચોવાઈ રહ્યાે છે એમ કહેવું વધુ સારું ગણાશે. મુંબઈમાં અને કેરળ જેવા રાજ્યોમાં ઢગલે ધીગાણાં કર્યા પછી ગુજરાતમાં અમુક એરિયાને બાદ કરતાં સુપડાં ધારે વરસ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત માં પણ આખરે મેઘ રાજા ની પધરામણી થઇ જ ગઈ..સૌરાષ્ટ્રમાં થોડો પોરો ખાધા પછી વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં સેકન્ડ ઇનિંગ શરુ કરી છે.. ..ભારતમાં છેલ્લા પાંચ દશ વર્ષથી વષાર્ ઋતુ એક મહિનો મોડી થઇ છે ..બાકી એનું ઋતુ ચક્ર બરાબર ચાલી રહ્યું છે .. ..
પરાણે પીછા ટકાવી રહેલા નવરા પડેલા મોર હવે ટેહુક ટેહુક કરવા લાગ્યા છે અને એમને હવે નવા પીછા પણ આવશે …દેડકા એમની દેડકીઆેને બોલાવવા અને રાજી રાખવા ગળા ફુલાવી ફુલાવી ને ડ્રાઉં ડ્રાઉં કરવા લાગ્યા છે….ચકલીઆે અને કાબરોનો કલબલાટ પણ સાડીના સેલમાં ભેગી થયેલી ગુજરાતણોના કલબલાટ કરતા વધી ગયેલો હોય એવો લાગે છે… ખેડૂતોએ ખેતરમાં જઈ ખુશ ખુશ મિજાજમાં વાવણી કરી દીધી છે..મેઘાએ ક્યાંક તો વધુ વ્હાલ કરી નાખ્યું છે એટલે ખેડૂતો નિરાશ છે.. ડુંગરા બધા લીલા લીલા છમ થઇ ગયા છે..ગિરનાર પર્વતનું સા¦દર્ય તો નવી નવેલી દુલહન જેવું લાગવા લાગ્યું છે..આેસમ ડુંગરનું રુપ પણ આેછું નથી …આ બધા પર્વત ઉપરથી વહેતા ઝરણાંના સાચા-ખોટા વીડિઆે સોિશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે..મેઘ કૃપાને લીધે ધીરે ધીરે ડેમ બધા ભરાઈ જશે..લોકો ડેમ પર ફરવા પણ નીકળવા લાગ્યા છે..સુકા ઝરણામાં જીવ આવી ગયો છે અને ભરપુર બની વહેવાનું ચાલુ કરી દીધું છે…
શેકેલી મકાઈ ઉપર લીબુ અને મસાલો ઘસીને ખાવાની અને રેકડીમાં મળતાં ગરમ ગરમ આેળા ખાવાની સિઝન આવી ગઈ છે…..બટેટા વડા …મેથીના ગોટા અને ડુંગળીના ભજીયાને ચટણી મરચા સાથે ખાઈને લોકો વરસાદની તીખી તમતમતી વાતો કરવા લાગ્યા છે.. ખરેખર ચોમાસુ એક અદભુત સિઝન છે…હવામાન ખાતા અને જ્યોતિષીઆેની આગાહી ખોટી પડી એવી દર વર્ષે થતી વાતો દરેકના મુખે નિષ્ણાતની જેમ સાંભળવા મળી રહી છે. .ફેસબુક પર કવિઆેની કવિતા અને ભજીયાના ફોટા વાળી પોસ્ટ વધી ગઈ છે…અને એમાં પણ કોઈ લેડીઝે આવી પોસ્ટ કરી હોય તો તો બહાર મોસમનો વરસાદ અને ફેસબુક પર એ પોસ્ટ પર લાઈક- કોમેન્ટનો વરસાદ પણ વરસતો જોવા મળે છે…ખાલી છાપામાં અને ચેનલોમાં અમુક નવરી અને કાયમી રુદાલીઆે ખાડાના ફોટા અને રસ્તા ધોવાયા એમાં તંત્ર અને મોદી સરકારની નિષ્ફળતાની નકારાત્મક વાતો કરવા લાગી છે બાકી એ સીવાય લોકોમાં ખુબ ખુબ ઉત્સાહ અને નવી ચેતના જોવા મળી રહી છે.. ચકલી હોય કે પોપટ ..મોર હોય કે બગલો .ભેંશ હોય કે ગાય… કુતરું હોય કે બકરું બધા જ પ્રાણીઆે પક્ષીઆે ખુશ ખુશ લાગી રહ્યા છે..પશુ ..પક્ષી આેની રોમાન્સની મોસમ શરુ થઈ ગઈ છે અને ગીરના જંગલમાં તો જંગલના રાજાને ચાર મહિનાનો સમય પણ આપવામાં આવ્યો છે.. ..અને આખું વર્ષ પ્રેમ કરતા મનુષ્ય જાતીના પ્રેમી પંખીડાઆે પણ આ ઋતુ માં ઝાડ નીચે કે બીજે જાણી જોઈ ને ભીજાવાના બહાના શોધવા લાગ્યા છે..
આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈક વાદીલના મોઢેથી સાંભળતા મળે છે કે, બારેય મેઘ ખાંગા થયા
પણ બહુ આેછાને આ બાર મેઘ શું છે.ંગુજરાતી સાહિત્યમાં વરસાદના બાર પ્રકાર પાડેલા છે
1. ફરફર ઃ જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ
2. છાંટાઃ ફરફર થી થોડો વધારે વરસાદ
3. ફોરાઃ છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ
4. કરાઃ
ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ
5. પછેડીવાઃ પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ
6. નેવાધારઃ છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ
7. મોલમેહઃ મોલ – પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ
8. અનરાધારઃ એક છાંટા ને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ
9. મુશળધારઃ અનરાધાર થી વધુ હોય એવો વરસાદ
મુશળ – સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે
10. ઢેફાંઃ વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ
11. પાણ મેહઃ ખેતરો પાણીથી ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય એવો વરસાદ
12. હેલીઃ અગિયાર પ્રકારના વરસાદથી કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવાય છે.
એ વાત અલગ છે કે, અત્યારનું નવુ જનરેશનન આ ખાંગા મેઘ કે તેના ભડલી વાક્યોની સમજથી જોજનો દૂર છે અને તેણે હેલીનો અનુભવ પણ નથી કર્યો..તે તો કન્ãયુઝ છે વરસાદનું જેન્ડર નક્કી કરવામાં..છાપાવાળા ક્યારેક મેઘરાજા લખે છે અને ક્યારેક વષાર્રાણી લખે છે..

Comments

comments

VOTING POLL