આમરડીના દહેજ – મરવા મજબુર કરવાના કિસ્સામા પાંચ વર્ષની સજા

October 11, 2018 at 9:41 pm


અંજારની કોર્ટનાે ધાક બેસાડતાે અપાયો ચુકાદો ઃ વર્ષ ર010ના ઘટના બની હતી

દહેજ અને મરવા મજબુર કરવાના કિસ્સામાં આરોપીને પાંચ વર્ષની સજાનાે હુકમ અંજારની કોટેૅ ફરમાવ્યો છે. આ કેસમાં ધાક બેસાડતાે ચુકાદો અપાયો છે. પ્રાપ્ત થતી વિગતાે મુજબ ભચાઉ તાલુકાના હલરા ગામના સુજાભાઈ ભોજાભાઈ છુછીયા તા. 6/8/10ના ફરિયાદ કરતા જણાવેલ હતું કે તા. 3/8થી અગાઉ દોઢ વરષ સુધી ભચાઉ તાલુકાના આમરડી ખાતે આરોપીઆેએ તેઆેની પુત્રીને દહેજ આેછું લાવી છો કહી શારીરીક અને માનસીક ત્રાસ આપી મરવા મજબુર કરતા પુત્રીએ શરીર પર કેરોસીનનાે છંટકાવ કરીને આત્મહત્યા કરી લીધી હતી. જે તે વખતે આ બનાવમાં ભચાઉ પાેલીસ મથકે ફરિયાદ નાેંધાવી હતી. આ કેસમાં ચાર્જશીટ રજુ કરાઈ હતી. આજે આ બનાવમાં ભરતભાઈ વાઘાભાઈ કેવરને અંજારની કોર્ટના ડી.એમ. પંચાલે પાંચ વર્ષની સજાનાે હુકમ કયોૅ છે. અને 10 હજારનાે દંડ ફટકાયોૅ છે. દંડ ન ભરે તાે વધુ છ માસની કેદની સજાનાે હુકમ કરાયો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ આશીષ પંડયા હાજર રહ્યાા હતા.

Comments

comments

VOTING POLL