આમાં કાયદો-વ્યવસ્થા ક્યાંથી જળવાય…

July 9, 2019 at 9:19 am


જેમ ન્યાય તંત્રમાં જજની અનેક જગ્યા ખાલી હોવાથી કેસનો ભરાવો થઇ ગયો છે તેવી જ રીતે દેશના પોલીસ તંત્રમાં પણ ખાલી જગ્યાઆે ઘણી છે અને તેને કારણે કાયદો અને વ્યવસ્થાની પૂરતી જાળવણી કેવી રીતે કરવી તેવો સવાલ ઉપસ્થિત થયો છે. પ્રાપ્ય આંકડાઆે જોઈએ તો આજની તારીખે દેશમાં પોલીસતંત્રમાં 5.43 લાખ જગ્યાઆે ખાલી છે. સરકારી આંકડા અનુસાર, 1 જાન્યુઆરી 2018 સુધી સમગ્ર દેશમાં પોલીસની 5.43 લાખ જગ્યાઆે ખાલી હતી. પોલીસની સૌથી વધારે અછત ઉત્તરપ્રદેશમા છે. ત્યારબાદ બિહારમાં 50921, પિશ્ચમ બંગાળમાં 48.981, તેલંગાણામાં 30,345 અને મહારાષ્ટ્રમાં 26,196 પોલીસની જગ્યાઆે ખાલી હતી. તાજેતરમાં પણ છત્તીસગઢમાં 11,916, આેડિસામાં 10,322 અને જમ્મુ કાશ્મીરમાં 10,044 જગ્યાઆે ખાલી છે.
નાગાલેન્ડ એક જ એવું રાજ્ય છે કે જ્યાં પોલીસોની સંખ્યા વધારે છે. બ્યૂરો આેફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના જણાવ્યા અનુસાર, દેશમાં 24,84,170 પોલીસની જરુર છે. જેમાથી 1 જાન્યુઆરી 2018 માં 19,41,473 જેટલી જગ્યા ભરાઇ હતી. 2016 મા 5.49 જગ્યા ખાલી હતી. જે જાન્યુઆરી 2017માં પોલીસોની કુલ 5.38 લાખ જગ્યા ખાલી હતી અને 2018માં આ સંખ્યા વધીને 5.43 લાખ થઇ ગઇ હતી.
આપણા દેશમાં ચૂંટણી અને તહેવારો સતત ચાલતી પ્રqક્રયા છે. વિધાનસભા-લોકસભા કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઆે ક્યાંક ને ક્યાંક ચાલતી જ રહે છે અને આ ચૂંટણીઆેમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવો જ પડે છે. એક તો સંખ્યા આેછી અને ઉપરથી આવા વધારાના બંદોબસ્ત આવે એટલે કાયદો વ્યવસ્થાની સ્થિતિની જાળવણી યોગ્ય રીતે થઇ શકતી નથી તે એક વાસ્તવિકતા છે.
દેશભરમાં 2016માં 22,80,691, 2017માં 24,64,484, 2018માં 24,84,170 પોલીસની જરુર હતી. તેમ છતા 2016માં કુલ 17,34,66 પોલીસ, 2017માં 19,26,247 અને 2018માં 19,41,473 પોલીસ જ કાર્યરત હતા. આ પ્રકારની સ્થિતિથી કેન્દ્ર સરકાર વાકેફ હોવા છતાં ખાસ ભરતી કરવામાં આવતી નથી. સરકાર પોલીસ સુધારણા માટે જંગી બજેટ ફાળવે છે પણ પોલીસ ભરતી પૂરતા પ્રમાણમાં કરતી નથી પરિણામે સેંકડો પદ ખાલી જ રહે છે.

Comments

comments