આયુર્વેદના આ નિયમોનું પાલન કરવાથી નહીં થાય આ બીમારીઓ….

November 29, 2019 at 10:57 am


Spread the love

આધુનિક યુગમાં ટેકનોલોજીનો ઘણી ખરો વિકાસ થયો છે. મોટાભાગની ટેકનોલોજીની માનવીનું કામ સરળ બની જતું હોય છે. પરંતુ આ સાથે જો માનવીના કાર્ય સિવાય આરોગ્યની વાત કરીએ તો તે પોતાના આરોગ્યને લઈને બેદરકાર બનતો જાય છે. સામાન્યરીતે લોકો સવારનો નાસ્તો કરવામાં, બપોરે જમવામાં વિશેષ કાળજી રાખતા હોય છે. પરંતુ રાતે ભાણા માં જે પીરસો તે ખાઈ લેતો હોય છે. ત્યારે આયુર્વેદમાં ભોજન માટેનું કેટલુંક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. આયુર્વેદની માનીએ તો સવારનો નાસ્તો હોય તે ડિનર ભોજન સંબ શરીરના ત્રણ મુખ્ય તત્વ કે પ્રકૃતિ હોય છે. જેમાં વાત, પિત્ત અને કફનો સમાવેશ થાય છે. શરીરમાં જ્યારે આ તત્વોનું સંતુલન ખરાબ થઈ જાય છે તો વ્યક્તિ બીમાર પડે છે. તેમજ નીચેની કેટલીક બાબતો છે જેની કાળજી રાખવામાં આવે તો માનવીનું સ્વાસ્થ્ય ક્યારેય બગડતું નથી. ભોજનમાં ખાંડના ઉપયોગને બદલે ગોળ કે મધનો ઉપયોગ કરો. મેંદાને બદલે દલિયાનું સેવન કરવાનો આગ્રહ રાખવો. તેમજ આદુનો નાનો ટુકડો લઈ તેને તવા પર શેકી અને તે ઠંડો થાય પછી તેના પર સિંધવ નમક લગાવી રાખી દો. આ આદુને ભોજન કરો તેની 5 મિનિટ પહેલા ખાઈ લેવો. તેનાથી ભુખ વધારે લાગે છે અને પાચન પણ સારી રીતે થાય છે.