આયુષ્યમાન ભારતના લાભાર્થીઆેને 25 સપ્ટેમ્બરથી ફોર્મ મળવાનું શરૂ થશે

August 28, 2018 at 11:43 am


આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ થવાની સાથે જ દેશભરમાં લાભાર્થી પરિવારોને પત્ર વહેંચવાનું કામ 25 સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી.નડ્ડાએ આ જાણકારી આપી હતી. આ દરમિયાન તેમણે યોજનાનો લોગો પણ લોન્ચ કર્યો અને છેતરપિંડી અટકાવવાનું નિયમન પણ જારી કરાયું હતું.
નડ્ડાએ કહ્યું કે આયુષ્યમાન ભારતને લાગુ કરવાની તૈયારી લગભગ પૂરી થઈ ચૂકી છે. હત્યાર સુધી 29 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ આ યોજનામાં સામેલ થવાની સહમતિ આપી દીધી છે. પાંચ રાજ્ય તૈયારી કરી રહ્યા છે અને બેએ હજુ આ યોજનામાં સામેલ થવા અંગે કોઈ માહિતી આપી નથી.
જે રાજ્યોમાં ટેસ્ટ રન ચાલી રહી છે ત્યાં કોઈ ખાસ સમસ્યા નથી. તેમણે કહ્યું કે 25 સપ્ટેમ્બરે યોજનાના લાગુ થવા સાથે જ આશા કાર્યકતાર્આે, એએનએમ અને અન્ય ફિલ્ડ સ્ટાફ આ પત્રોને ખુદ લાભાર્થી પરિવારો સુધી પહાેંચાડવાનું શરૂ કરી દેશે.

Comments

comments

VOTING POLL