આયુષ્યમાન યોજનાની ગાડી દોડશેં?

August 18, 2018 at 10:24 am


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 72મા સ્વાતંÔય દિન નિમિત્તેલાલ કિલ્લા પરથી કરેલા દેશવ્યાપી સંબોધનમાં ઘણી મહÒવની જાહેરાતો કરી. એમાંની એક છે આયુષ્માન ભારત હેલ્થકેર યોજના. આ યોજનાને ઘણા લોકો મોદી કેર યોજના તરીકે પણ આેળખે છે. આ યોજનામાં પ્રત્યેક ધારક પરિવારને રુ. પાંચ લાખનું વાર્ષિક મેડિકલ કવર પૂરું પાડવામાં આવનાર છે. આ યોજના હેઠળ દેશભરમાં 10 કરોડથી વધુ ગરીબ પરિવારોને આવરી લેવાનો સરકારનો લક્ષ્યાંક છે.આ યોજના સામે જે રીતે ખાનગી હોસ્પિટલો તરફથી વાંધા વચકા કાઢવામાં આવ્યા છે તે જોતા આ યોજના સંપૂર્ણ રીતે અમલી બની શકશે કે કેમ તે એક સવાલ છે.

સરકાર આ યોજના હેઠળ તમામ લાભાર્થીઆેને દેશભરમાં તમામ પેનલ પર યાદીબÙ કરાયેલી હોસ્પિટલોમાં સારવાર દરમિયાન કેશલેસ મેડિકલ કવર પૂરું પાડવા માંગે છે પરંતુ હોસ્પિટલોએ એક થી વધુ વખત આ યોજના સામે પ્રશ્નો ઉઠાવ્યા છે અને તેમાં ફેરફારની માંગણી કરી છે. સરકાર 2019ની લોકસભાની ચૂંટણીમાં આ યોજના દ્વારા રાજકીય લાભ ઉઠાવવાની ગણતરી પણ રાખે છે અને કદાચ તેથી જ આ યોજના ફુલપ્રુફ રીતે અમલી બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ આ વર્ષના ફેબ્રુઆરીમાં 2018ના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી.આયુષ્માન ભારત કે નેશનલ હેલ્થ પ્રાેટેક્શન સ્કીમને 25 સપ્ટેંબરે ભાજપના આદર્શવાદી નેતા દીનદયાળ ઉપાધ્યાયની જન્મતિથિએ શરુ કરવામાં આવશે.સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, દેશના ગરીબ લોકોને ગરીબીની ચૂંગાલમાંથી ઉગારવાની બહુ જરુર છે. ગરીબીને કારણે જ તેઆે આરોગ્યની કાળજી લઈ શકતા નથી.આજે દેશમાં કરોડો લોકો એવા છે જે પૂરતી આરોગ્ય સુવિધા પણ મેળવી શકતા નથી. સરકાર આવા લોકોને આ યોજનાનો લાભ આપવા માંગે છે.

આયુષ્માન યોજનાને શરુઆતમાં ગરીબ લોકો સીમિત રાખ્યા બાદ ભવિષ્યમાં એનો વ્યાપ વધારીને એમાં લોઅર મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસના લોકોને પણ આવરી લેવામાં આવશે.હવે જોવાનું એ રહે કે, સરકાર પોતાના ઈરાદાઆેમાં સફળ નીવડે છે કે કેમ.

Comments

comments

VOTING POLL