આરટીઇમાં સમગ્ર સૌરાષ્ટ્ર્રમાંથી રાજકોટમાં રેકર્ડ બ્રેક ૧૨ હજાર ફોર્મ ભરાયા

April 20, 2019 at 4:30 pm


આરટીઇ હેઠળ પ્રવેશ અરજીમાં સમગ્ર સૌરાષ્ટ્ર્રભરમાં રાજકોટમાંથી રેકર્ડ બ્રેક ૧૨,૦૦૦ ફોર્મ ભરાયા છે. આરટીઇ હેઠળ પ્રવેશ ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો પણ કરવામાં આવ્યો છે. હજુ આ મુદ્દતને પૂર્ણ થવાને આડે હજુ ૧ દિવસ બાકી છે ત્યારે તેમાં વધારો થાય તેવી સંભાવના છે.

ગત વર્ષે રાજકોટ જિલ્લામાં ઓછા ફોર્મ ભરાયા હતાં. જેની સામે આ વખતે પ્રવેશ પ્રક્રિયા માટે વધુ ફોર્મ ભરાવવામાં આવ્યા છે. ડીઇઓ તત્રં દ્રારા આ વર્ષે વાલીઓને ઓછી હેરાનગતી થાય તે માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. જેને પગલે શરૂઆતથી જ પ્રવેશ મેળવવા માટે ભારે ધસારો રહ્યો હતો. રાઇટ ટુ એયુકેશન જરૂરીયાતમદં વિધાર્થીઓ માટે નવી ઉમ્મિદ બન્યું છે ત્યારે આ એકટ હેઠળ પ્રવેશ મેળવવા વાલીઓ આતુર બન્યા છે.

સોમવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. રાજકોટ શહેરમાં ૫૫૭૬ પ્રવેશ આરટીઇ હેઠળ આપવામાં આવશે. જેની સામે અઢી ગણા ફોર્મ ભરાઇ ચૂકયા છે. જોકે, ૧૧૦૮૨ ફોર્મની ચકાસણી કરવામાં આવી છે તેમાંથી ૧૦૧૫૭ ફોર્મ માન્ય રહ્યા છે. જયારે ૭૬૨ ફોર્મ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. ગત વર્ષે રાજકોટમાં ૬૬૦૦ જેટલા વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ડીઇઓ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ આ વખતે શહેરમાં ૨૦ જેટલા રિસિવિંગ સેન્ટરોમાં વ્યવસ્થા ગોઠવાયેલી હોવાથી ફોર્મ ભરતી વખતે વાલીઓને ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે

શહેરની ૪૪૯ સ્કૂલોને રૂા.૧૬ કરોડ ચુકવ્યાં
આરટીઆઇ હેઠળ રાજકોટની શાળાઓમાં ૧૬ કરોડની રકમ ચુકવાઇ ગઇ હોવાનું ડીઇઓનાં સુત્રોમાંથી જાણવા મળ્યું છે. શહેરની ૪૫૯ સ્કૂલોએ ગત વર્ષ આરટીઇ હેઠળ બાળકોને પ્રવેશ આપ્યો હતો. ગત વર્ષે રકમ માટે સ્કૂલોને રાહ જોવી પડી હતી. પરંતુ આ વર્ષે ડીઇઓએ તાકીદની કાર્યવાહી લઇ ધો.૧થી ૪માં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવેલા વિધાર્થીઓ માટે રૂા.૧૬ કરોડ ચુકવી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરટીઇ મુજબ શાળાને રૂા.૧૦,૦૦૦ અને વિધાર્થીઓને રૂા.૩,૦૦૦ ચુકવાય છે

ખાતામાં સહાય જમા ન થઇ હોય તો વિધાર્થીઓએ યોગ્ય માહિતી આપવી
ડીઇઓએ જણાવ્યું હતું કે, બેન્ક એકાઉન્ટમાં અપૂરતી વિગતો અથવા તો એકાઉન્ટ નંબર ખોટો હોવાના લીધે વિધાર્થીઓના ખાતામાં પૈસા જમા થયા નથી. આથી આ વિધાર્થીઓને તાત્કાલીક ધોરણે તેમની શાળાઓમાં સાચી વિગતો પહોંચાડવી, જેથી તેઓને પૈસા મળી શકે. દર વર્ષે વિધાર્થીઆને ૩,૦૦૦ની સહાય આરટીઆઇ હેઠળ આપવામાં આવે છે. આ માટે શાળાઓએ જે બેન્કોમાં ખાતા ખોલ્યા છે તેમાં સહાયના ચેકો મોકલાય છે પણ જો એકાદ ખાતામાં ભૂલ રહી ગઇ હોય તો રકમ જમા થતી નથી. આથી શાળાઓને પણ તાકીદ કરવામાં આવી છે કે, બાળકોની ખાતાની વિગત યોગ્ય રીતે મગાવે

 

Comments

comments

VOTING POLL