આરટીઇ પ્રવેશનો બીજો રાઉન્ડ ૧૮મીએ થશે જાહેર

June 12, 2019 at 6:48 pm


રાઇટ ટુ એયુકેશન હેઠળ પ્રવેશનો બીજો રાઉન્ડ ૧૮મી જૂનના રોજ જાહેર કરવામાં આવશે. આરટીઇ એકટ હેઠળ પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. જેમાં જે વિધાર્થીઓને પ્રવેશ મળ્યો નથી તેવા વિધાર્થીઓને ખાલી જગ્યા ધરાવતી બીન અનુદાનીત ખાનગી શાળાની પુન:પસંદગી કરવા માટે એક તક આપવામાં આવી છે. આ વિધાર્થીઓને શાળાની પુન:પસંદગી માટે એસએમએસથી જાણ કરવામાં આવશે.
પ્રથમ રાઉન્ડ સિવાયના જે વિધાર્થીઓએ આરટીઆઇ હેઠળ કરેલ અરજીમાં પસદં કરાયેલ શાળાઓમાં ફેરફાર કરવા માગતા હોય અથવા ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુન:પસંદગી કરવા માગતા હોય તેવા વિધાર્થીઓએ તા.૧૨–૬ને બુધવારથી તા.૧૫–૬ શનિવાર સુધી આરટીઇના વેબ પોર્ટલ પર જઇ શાળાઓની પુન:પસંદગી કરવાની રહેશે. આરટીઇ પ્રવેશનો બીજો રાઉન્ડ તા.૧૮–૬ને મંગળવારે જાહેર કરાશે.

Comments

comments

VOTING POLL