આરોગ્ય શરાબ પરવાના ધારકોની સંખ્યા ઘટાડાશે

March 24, 2018 at 8:41 pm


Spread the love

ગુજરાતમાં આરોગ્ય આધારીત શરાબની પરવાનગી ધરાવનાર ધારકોની કુલ સંખ્યા વર્ષ 2011માં 22221 હતી જે વધીને 2017માં 42291 ઉપર પહાેંચી ગઈ હતી. આરોગ્યના આધાર ઉપર પણ રાજ્યમાં શરાબની પરવાનગી આપવામાં આવી છે. શરીરમાં કેટલીક તકલીફ ધરાવતા લોકો માટે પણ આરોગ્યના આધારે શરાબની પરવાનગી આપવામાં આવી છે. જેમાં હાઈપર ટેન્શન, લો બીપી, હાઈ બીપી, છાતીમાં દુખાવા અન્ય કેટલીક તકલીફો, અસ્થમા જેવા તકલીફ ધરાવતા લોકોને પરવાનગી આપવામાં આવી ચુકી છે. આરોગ્યના આધાર ઉપર શરાબની પરમિટ જારી કરવા અને રિન્યુ કરવાના સંદર્ભમાં કઠોર નિર્ણય કરવામાં આવ્યા બાદ ગુજરાત સરકાર હવે પરમિટ ધારકોની સંખ્યા ઘટાડીને અડધી કરવાની યોજના ધરાવે છે. એક અંગ્રણી અંગ્રેજી અખબારના અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવ્યા બાદ આની ચર્ચા જોવા મળી રહી છે. આંકડા દશાૅવે છે કે, હાલમાં શરાબની પરવાનગી ધરાવતા ધારકોની સંખ્યા 42291 છે. આ લોકોને 16 તબીબી આધાર ઉપર આ પરવાનગી આપવામાં આવી છે. આગામી મહિનાઆેમાં સરકાર હેલ્થ પરમિટ ધારકોની સંખ્યા ઘટાડીને અડધી કરવા માંગે છે. આ સંખ્યા ઘટાડીને 2003 સુધી કરવાની યોજના છે. મોટા ભાગના આરોગ્ય આધારીત પરવામગી ધારકોને ક્વાલીફાઇડ એમડી જનરલ ફિઝીÂશયન તરફથી મેડિકલ સર્ટીફેકેટ રજુ કરવામાં આવ્યા બાદ શરાબની પરવાનગી આપવામાં આવે છે. આ વખતે રાજ્ય સરકાર ખુબ જ આક્રમક તરીકે આગળ વધવાની યોજના ધરાવે છે. ગુજરાતમાં શરાબના પરમિટ ધારકોની સાૈથી વધુ સંખ્યાની વાત કરવામાં આવે તાે સુરત જિલ્લામાં લિકર પરમીટ ધારકોની સંખ્યા સાૈથી વધારે છે.