આર્જેન્ટિનામાં નરેન્દ્ર મોદી, ટ્રમ્પ,આબે વચ્ચે થશે ત્રિપક્ષી મંત્રણા

November 29, 2018 at 10:49 am


ભારત-પેસેફિક વિસ્તારમાં ડ્રેગન ચીન બાવડાંનું બળ દાખવી વર્ચસ્વ જમાવવા ખૂબ પ્રયાસ કરે છે તેવા સંજોગોમાં અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રમુખ શિન્ઝો આબેની સાથે આર્જેન્ટિનામાં જી-20 શિખર સંમેલન વેળાએ આ સપ્તાહે ત્રિપક્ષી મંત્રણા યોજશે. આ ત્રિપક્ષી મીટિંગ ટ્રમ્પ અને આબે વચ્ચેની દ્વીપક્ષી મંત્રણાનું વિસ્તરણ હશે. 30મી નવેમ્બર અને પહેલી ડિસેમ્બરે બ્યુનોસ એરિસ ખાતે યોજાનારી દ્વીપક્ષી બેઠકોનું વિસ્તરણ ત્રિપક્ષી મંત્રણા હશે, એમ ધ વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું.
આ વાર્ષિક બેઠકમાં વિશ્ર્વના ટોચના 20 અર્થતંત્રના નેતાઓ હાજર રહેશે. જોકે ટ્રમ્પ્ની ચીનના પ્રમુખ શી જિન્પિંગ તથા રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટિન વચ્ચેની મંત્રણા પર જ સૌ વધુ ધ્યાન આપશે. જી-20 સમિટ અગાઉ પત્રકારોની સાથે વાતચીત કરતા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કહ્યું કે ટ્રમ્પ એબને મળશે તેમ જ બાદમાં બંને નેતાઓ સંયુક્તપણે મોદીને મળશે. સાઉથ ચાઇના સીમાં ચીન ભૌગોલિક વિવાદોમાં સપડાયેલું છે તેમ જ પૂર્વચાઇના સીમાં જાપાન સાથે સંડોવાયેલું છે. બંને વિસ્તાર ખનિજ, ઓઇલ તેમ જ નૈસર્ગિક સંપદાથી ભર્યાંભાદર્યાં છે.
ભારતના વડા પ્રધાન મોદીએ સિંગાપોરમાં જૂનમાં શાંગ્રીલા સંવાદ માટે વકતવ્ય આપતી વેળાએ વ્યૂહાત્મક ભારત-પેસિફિક વિસ્તાર અંગે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. ભારત ઉદાર, ખુલ્લા અને સ્થિર આંતરરાષ્ટ્રીય વ્યાપારની હિમાયત કરે છે. ઈન્ડો-પેસેફિક વિસ્તારથી વાણીજ્ય અને રોકાણ મામલે સઘળા દેશોની ચડતી થાય છે. મોદી ચીનના પ્રમુખ ઝીને પણ મળશે. સાત માસમાં આ તેમની ચોથી મીટિંગ હશે. આ ઉપરાંત સ્પેન, જમૈકા, નેધરલેન્ડ્સના વડાપ્રધાનોની સાથે પણ મુલાકાત થશે, એમ ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું.

Comments

comments