આર.આઇ.એલ.ની ટકાઉ પહેલ ‘ફેશન ફોર અર્થ’ દ્વારા ભારતમાં સંયુક્ત રાષ્ટ્રો અને લેક્મે ફેશન વીક સાથેની ભાગીદારીમાં લેક્મે ફેશન વીક વિન્ટર/ફેસ્ટિવ 2018 દરમ્યાન ‘સરક્યુલર ડિઝાઇન ચેલેન્જ’ રજૂ કરાઇ

August 24, 2018 at 11:12 am


મુંબઈ, ઓગસ્ટ 23, 2018:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.) દ્વારા ‘ફેશન ફોર અર્થ’પહેલનો ભારતમાં સંયુક્ત રાષ્ટ્રો અને લેક્મે ફેશન વીક સાથેની ભાગીદારીમાં એલ.એફ.ડબલ્યુ. વિન્ટર/ફેસ્ટિવ સિઝન 2018 માં ‘સરક્યુલર ડિઝાઇન ચેલેન્જ’ નો પ્રારંભ કરાયો હતો.

ભારતમાં તમામ ફેશન અને પ્રોડક્ટ ડિઝાઇનરો માટે ખુલ્લા એવાઆ પડકારનો હેતુ ફેશન અને વસ્ત્ર ઉદ્યોગમાં ટકાઉપણાને પ્રાધાન્ય આપતા વિજેતાઓને ઓળખવાનો છે અને ફરતી રચનાની વિચારણા, નકામી સામગ્રીના નવિનીકરણ અને ફેશન ઉદ્યોગની પર્યાવરણીય અસરને ઘટાડવા માટેના ઉકેલો માટેનો આ વિચાર છે

ટકાઉ ફેશન માટેની ફરતી અર્થવ્યવસ્થા અંગેની અવધારણા અંગેસંયુક્ત રાષ્ટ્રો સાથેની ભાગીદારી પર ટીપ્પણી કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પેટ્રોરસાયણ વિભાગના ચીફ ઓપરેટીંગ ઓફિસર (સી.ઓ.ઓ.) શ્રી વિપુલ શાહે જણાવ્યું હતું કે, “ભારતમાં ટકાઉ ફેશના વિકાસને મજબૂત બનાવવા માટે સંયુક્ત રાષ્ટ્રો અને એલ.એફ.ડબલ્યુ. સાથેના જોડાણ અંગે અમે ગર્વ અનુભવીએ છીએ.”

“આ જોડાણ ટકાઉ રીતે સામગ્રીના ઉપયોગ પર ભાર મૂકે છે અને ટકાઉ ફેશનમાં લોકોને સહભાગી બનાવવા શિક્ષણ આપશે, જેના દ્વારા ભવિષ્યની પેઢીઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે તેઓ ભાગીદાર બનશે.”

આ પડકારને પર્યાવરણ ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી સંસ્થા યુએન (UN) પર્યાવરણ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે.

“કુદરતી સંસાધનોની સંખ્યામાં સતત ધટાડો થઈ રહ્યો છે તેવા વિશ્વમાં અત્યારે મેળવવા-બનાવવા-નાશ કરવાની સીધી પધ્ધતિ અમલમાં છે તેને બદલે પરંપરાગત પધ્ધતિનો અમલ જરૂરી છે, જ્યાં પુનઃઉપયોગ અને રિસાયક્લિંગનો ઉપયોગ ભારતનો લગભગ બીજો સ્વભાવ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથેના અમારા સહયોગફરતીઅર્થવ્યવસ્થાના અભિગમને મુખ્યધારા બનાવવાનો અને ઉદ્યોગો નેતૃત્વ ધારણ કરે છે ત્યારે તેની સંપૂર્ણ મૂલ્ય શ્રૃંખલા અને પર્યાવરણ ઉપર ઉદ્દીપક તરીકેની અસર થઇ શકે છે તે દર્શાવવા માટે છે,” યુએન(UN) પર્યાવરણના ભારત ખાતેના કન્ટ્રી હેડ શ્રી અતુલ બગાઈએ જણાવ્યુ હતું.

ડિઝાઇનર્સને તેમના ટકાઉ સંગ્રહની એક સાબિતી આપતો ખ્યાલ કરવો પડશે, જેમાં સરક્યુલારીટી,ટકાઉપણું, સૌંદર્ય અને માપનીયતાના મુખ્ય સિદ્ધાંતો આવરી લેવાયા હોય. ડિઝાઇનર્સ તેમના સંગ્રહ માટે કોઈપણ સામગ્રીનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તે પ્લાસ્ટીક સહિતના વિવિધ પ્રકારના કચરાના સ્ત્રોતોમાંથી બનાવેલું હોવું જોઈએ.

“રિલાયન્સમાં, અમે નવા તકનીકી પ્લેટફોર્મ અને સહયોગી વ્યાપાર મોડેલના આધારે વ્યાવસાયિક સાહસોનો એક પોર્ટફોલિયો વિકસાવ્યો છે. અમારા R-Elan ™ ફેબ્રિક 2.0 ભારતમાં સરક્યુલર વ્યવસાયમાં અમારી પ્રતિબદ્ધતા અને નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ છે. રિલાયન્સ ભારતમાં સૌથી વધુ વપરાયેલી પી.ઇ.ટી બોટલને રિસાયકલ કરનાર સૌથી મોટી કંપનીઓમાં સ્થાન પામે છે અને તેણે R-Elan ™ ગ્રીન ગોલ્ડ ફેબ્રિક ટેક્નોલોજી વિકસાવી છે, જે વિશ્વભરમાં સૌથી ઓછો કાર્બન ફુટપ્રિન્ટ્સ ધરાવે છે કારણ કે તે નવીનીકરણીય ઊર્જાનો ઉપયોગ કરે છે, તેણે એક શૂન્ય કચરાના વિચારને અને પારદર્શક ઉત્પાદનની પ્રક્રિયાને અપનાવેલી છે.” તેમ શ્રી વીપુલ શાહે ઉમેર્યું હતું.

આ પ્રક્રિયામાં પ્રવેશ માટેના નિર્ણય બાદ નિષ્ણાત જ્યુરી અને વિજેતાના નામની જાહેરાતનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાના વિજેતા ડિઝાઇનરને તેમનો સાતત્યપૂર્ણ સંગ્રહ લેક્મે ફેશન વિક સમર/રીસોર્ટ 2019માં પ્રદર્શિત કરવાનો અવસર મળશે.

મુંબઇમાં સસ્ટેઇનબલ ફેશન ડેના પ્રારંભ વખતે ભારતના ફેશન વ્યવસાયમાં ફરતી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે ભારતમાં સંયુક્ત રાષ્ટ્રો અને લેક્મે ફેશન વીક દ્વારા આયોજિત ફેશન એન્ડ સસ્ટેઇનેબિલિટી ડેવલપમેન્ટ વાર્તાના પ્રારંભ વખતે આ ડિઝાઇન પડકારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

લેક્મે ફેશન વીક સાથે સંયુક્ત રાષ્ટ્રોનું આ બીજું જોડાણ છે અને તે ભારતમાં સાતત્યપૂર્ણ અર્થતંત્રને ઉદ્દીપન પૂરું પાડવા સાતત્યપૂર્ણ ફેશનની ક્ષમતાઓને ઉજાગર કરવા, ભારતના કાપડ વારસાની ક્ષમતાઓને દર્શાવવા તથાફેશન, ખાસ કરીને મહિલાઓ માટેની ફેશનમાં સાતત્યપૂર્ણ અને ફરતી મૂલ્ય શ્રૃંખલાના માધ્યમથી સાતત્યપૂર્ણ જીવનનિર્વાહના નિર્માણમાં મહત્વના ભાગનું સર્જન કરે છે.

અમે આ વર્ષે સાતત્યપૂર્ણ ફેશનની ફરતી અર્થવ્યવસ્થા પર ધ્યાન આપી રહ્યા છીએ. ભારતીય ફેશન ઉદ્યોગ તેની પૂરવઠા શ્રૃંખલાના માધ્યમથી લાખો લોકોના જીવન પર અસર કરે છે. વિશ્વમાં સૌથી મોટા ફરતી અર્થવ્યવસ્થા બનવાની ક્ષમતા ભારતમાં રહેલી છે. આ માટે ઘણાં ક્ષેત્રોમાં તેની મૂલ્યવર્ધિત શ્રૃંખલા ફેલાયેલી હોવાથી અને ઘણાં નવીન પ્રયોગો કરનારા ડિઝાઇનરો કચરામાંથી પણ સ્ટાઇલનું સર્જેન કરી રહ્યો હોવાથી ફેશન ઉદ્યોગ સાહજીક ઉદ્દીપક છે, એમ ભારતમાં સંયુક્ત રાષ્ટ્રોના રહેવાસી સંયોજક યૂરી એફાન્સૈવે વિડિયો મેસેજમાં જણાવ્યું હતું.

લેક્મે ફેશન વીક ફેશન વ્યવસાયમાં રહેલી સાતત્યપૂર્ણતાને પ્રોત્સાહન આપવા, સકારાત્મક સામાજિક અને પર્યાવરણીય અસરના એજન્ડાને આગળ વધારવા પ્રતિબધ્ધ છે અને દેશમાં આ એકમાત્ર પ્લેટફોર્મ છે જે સાતત્યપૂર્ણતા અંગે દરેક સીઝનમાં એક દિવસનું આયોજન કરે છે.
આ સત્રમાં ફેશન વ્યવસાયની મુખ્યધારા સાથે ઉત્તરપૂર્વ ભારતની મહિલા વણકરોને જોડવા માટે ભારતમાં સંયુક્ત રાષ્ટ્રો સાથે મળીને લેક્મે ફેશન વીક સમર/રીસોર્ટ 2018માં રજૂ કરવામાં આવેલા એક્શન પ્લાન ઓન નોર્થઇસ્ટ ઇન્ડિયા રીપોર્ટ અંગે વધુ માહિતી આપવામાં આવી હતી. આ પહેલામાં બે એક્સક્લુઝિવ બ્રાન્ડ પાર્ટનર તરીકે હાઉસ ઓફ અનિતા ડોંગરે (મહિલાઓ માટેના વસ્ત્રો) અને રેમન્ડ (પુરુષો માટેના વસ્ત્રો) જોડાયેલા છે.

Comments

comments

VOTING POLL