આર.આઈ.એલ.એ કેમરોક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ લી. ની સંપિત્ત ખરીદી સંપાદન પુર્ણ કર્યું

September 12, 2018 at 12:21 pm


કેમરોક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સ્પોર્ટસ લિમિટેડ તથા કેમરોક એગ્રિટેક પ્રા. લિમિટેડની સંપત્તિના વેચાણ અંગે કેટલાંક અખબારોમાં આવેલા અહેવાલો વિષે અમે નીચે મુજબની સ્પષ્ટતા કરવા માગીએ છીએ.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.)એ કેમરોક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સ્પોર્ટ્સ લિમિટેડની સંપત્તિઓ બેન્કોના કોન્સોર્શિયમ પાસેથી ઇ-ઑક્શન પ્રક્રિયાથી સપ્ટેમ્બર 2017માં ખરીદી હતી. આ સંપત્તિઓનો કબ્જો મેળવવામાં આવ્યો હતો અને તેનું સંપાદન પણ પૂરૂં કરી લેવામાં આવ્યું હતું.

સિકોમ લિમિટેડ (એસ.આઇ.સી.ઓ.એમ.)એ 6 સપ્ટેમ્બરના રોજ એક પબ્લિક નોટિસ દ્વારા કેમરોક એગ્રિટેક પ્રા. લિમિટેડની સંપત્તિઓની હરાજીની દરખાસ્ત કરી છે જે કંપની અલગ છે અને તે “જ્યાં છે, જે છે અને જેવી છે”ના આધારે છે.

આર.આઇ.એલ. એ સંપાદિત કરેલી સંપત્તિઓ અને સિકોમે જેની હરાજી કરી છે તે સંપત્તિઓ બે જુદી જુદી કંપનીઓની છે. સિકોમની હરાજીની નોટિસમાં ખોટી રીતે એવી સંપત્તિઓનાં પાર્સલોની યાદી મૂકાઇ ગઇ છે જેની જમીનનો કબજો હાલમાં અમારી પાસે છે.

સિકોમના ધ્યાને આ બાબત મૂકવામાં આવી છે અને અમે તેને વિનંતી કરી છે કે તે આ હરાજી તત્કાળ બંધ કરી આ જમીનોની હરાજીની બાબતમાં આગળ ન વધે.

Comments

comments

VOTING POLL