આર.ટી.ઇ.ના ઓનલાઇન ફોર્મ ભરવાની સમયમર્યાદા વધારવી જરૂરી

April 11, 2019 at 1:27 pm


પોરબંદરમાં આર.ટી.ઇ.ના ઓનલાઇન ફોર્મ ભરવાની સમયમર્યાદા વધારવાની માંગણી સાથે એનએસયુઆઇએ રજુઆત કરી છે.
પોરબંદર એનએસયુઆઇના જીલ્લા પ્રમુખ કીશન રાઠોડના નેતૃત્વમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને એવું આવેદન પાઠવાયું હતુું કે, તા. પ એપ્રિલ થી ૧પ એપ્રિલ સુધી મફત શિક્ષણ મુળભૂત અધિકાર ની ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા થઇ છે. આ પ્રક્રિયામાં ફોર્મ ભરવાની સમય મર્યાદા માત્ર ૧૦ દિવસની જ વાલીઓને મળેલ હોય ત્યારે વાલીઓની ફરિયાદ મુજબ અમો આરટીઇના ઓનલાઇન ફોર્મ ભરવાની સમય મર્યાદા વધારવામાં આવે તેવી માંગ કરીએ છીએ.
કેન્દ્રમાં કોંગ્રેસ સરકારના નેતૃત્વમાં મફત શિક્ષણ મૂળભૂત અધિકારનો જે કાયદો લાવવામાં આવ્યો હતો જેમાં શાળાઓમાં રપ ટકા અનામત ગરીબ બાળકો માટે રાખવાની થતી હોય છે, જેમાં એવું પણ જાણવા મળેલ છે કે, વિધાર્થીઓને આ બાબતમાં પુરતો ન્ાય પણ મળતો નથી. ઘણા વિધાર્થીઓ જે ખરેખર ગરીબ પરિસ્થિતિમાં થી આવતા હોય છે તે આ લાભથી વંચિત રહી જતા હોય છે. વાલીઓના રજુઆતના પગલે જાણવા મળેલ છે કે, પોરબંદર તાલુકાઓના ઘણા ગામડાઓ એવા છે કે ત્યાં ૬ કી.મી.ના અંતર સુધી કોઇ શાળાઓ આવેલ નથી જેથી તેમના જે બાળકો છે તેમને આ લાભ મળી શકતો નથી, તેવો આ લાભથી વંચિત રહી જતા હોય છે ત્યારે તે બાળકો આ યોજનાનો લાભ લઇ શકે તે બાબતે યોગ્ય તપાસ કરી આવા ગામડાઓમાં વસતા બાળકો માટે તેમના હિતમાં પગલા ભરી તેમને ન્યાય આપવો જોઇએ તેવી અમો માંગ કરીએ છીએ.

વાલીઓના રજુઆતે ધ્યાને લીધી ત્યારે જાણવા મળેલ છે કે તેમને ફોર્મ ભરવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, વારે વારે સર્વરમાં નેટ કનેટકીવીટી ના મળવાને કારણે ર–ર દિવસ હેરાન થવું પડે છે. ફોર્મ ભર્યા બાદ પણ સવાર થી સાંજ સુધી કલાકો કલાકો લાઇનમાં ઉભવાની ફરજ પડે છે, આપના દ્રારા જે એમ એમ સ્કુલ ખાતે જે ફોર્મ ચકાસણીની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં પણ સ્ટાફની સંખ્યા ઓછી હોવાથી ત્ાં અવ્યવસ્થા સર્જાઇ છે. ત્યાં કોઇ પણ જાતની મંડપની કોઇ બીજી વ્વસ્થા ન હોવાના કારણે આવા ધોમ તડકામાં વાલીઓએ પોતાનું બધું કામ મુકીને કલાકો સુધી લાઇનમાં ઉભવાની ફરજ પડે છે ત્ારે આ આવેદનરૂપે રજુઆત કરીએ છીએ કે, ત્ાં ટોકન સીસ્ટમ કરવામાં આવે, મેદાન પર મંડપ નાખવામાં આવે, અથવા વધુ ર સેન્ટર કરી આપવામાં આવે જેથી કરી વાલીઓને આ મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે. આ રજુઆત કરવા જીલ્લા એનએસયુઆઇ પ્રમુખ કીશન રાઠોડના નેતૃત્વમાં ઉમેશરાજ બારૈયા, દર્શન જોશી, હાદિર્ક ઓડેદરા, રોહન પાંડાવદરા, કપીલ શીંગરખીયા, રાહત્પલ વેગડા, જયદિપ સોલંકી, શ્યામ ધોકીયા, સુરજ બારોટ, આકાશ થાનકી, ખુશાલ શિયાળ, ચિરાગ મસાણી, ભાવિક ભટ્ટ, આકાશ ખોરાવા, હર્ષિત ચાવડા, વિજય મદલાણી, શોએબ પઠાણ, વૈભવ થાનકી, દિવ્યરાજ જાડેજા વગેરે જોડાયા હતા

Comments

comments