આલિયા અને જેક્લીન વચ્ચે મતભેદો હોવાના અહેવાલો

August 28, 2018 at 8:43 pm


જેક્લીન અને આલિયા ભટ્ટ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખેંચતાણ ચાલી રહી હોવાના હેવાલ આવી રહ્યાા છે. જો કે સુપરસ્ટાર અભિનેત્રી જેક્લીને કહ્યાુ છે કે મિડિયામાં એવા હેવાલ આપવામાં આવે છે જેનાથી સાબિત થઇ જાય છે કે બે લોકો લડી રહ્યાા છે. જો કે વાસ્તવિકતા કઇક અલગ હોય છે. તાÃસી પન્નુની સાથે તેની ખેંચતાણ ચાલી રહી છે તેવા હેવાલ પણ મિડિયામાં આવતા રહે છે. જેક્લીને કહ્યાુ છે કે તાÃસી સાથે તેના સારા સંબંધ છે. જેક્લીને કહ્યાુ છે કે તેની અને આલિયા વચ્ચે કોઇ મતભેદો નથી. આલિયા સાથે તે ફોન પર વાતચીત કરી ચુકી છે. બીજી બાજુ જેક્લીને કહ્યાુ છે કે આલિયા ભટ્ટ પાેતે પણ જેક્લીન સાથે કોઇ મતભેદ હોવાનાે ઇન્કાર કરે છે. આલિયાએ જેક્લીનને કહ્યાુ છે કે જ્યારે બન્ને આગામી વખત મળશે ત્યારે અનેક સેલ્ફી લેવામાં આવશે. બન્ને સ્ટાર હાલમાં અનેક પ્રાેજેક્ટ પર કામ કરી રહી છે. જેક્લીન છેલ્લે સલમાન ખાનની ફિલ્મ રેસ-3માં દેખાઇ હતી. આ ફિલ્મ બાેક્સ આેફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. જેક્લીન સલમાનની સાથે જ રેમો ડિસાેઝાની ફિલ્મનાે સમાવેશ થાય છે. બીજી બાજુ આલિયા ભટ્ટ હવે રણબીર કપુર સાથે પાેતાના સંબંધને કારણે વધારે ચર્ચા છે. તે મોટા ભાગે રણબીર સાથે નજરે પડી રહી છે. રણબીર પાસે અનેક મોટી ફિલ્મ છે. સંજુ ફિલ્મને રેકોર્ડ સફળતા મળ્યા બાદ હવે આલિયા અને રણબીર કપુર વચ્ચેના સંબંધની ચર્ચા બાેલિવુડમાં જોવા મળી રહી છે.

રણબીર આલિયાના પ્રેમમાં હોવાના હેવાલ પહેલા પણ આવતા રહ્યાા છે. હાલમાં રણબીરે આલિયાના કેટલાક ફોટો પણ સાેશયલ મિડિયા પર મુક્યા હતા. આલિયા ભટ્ટ અને રણબીર કપુર વચ્ચેના સંબંધોની ચર્ચા સમગ્ર બાેલિવુડમાં હાલમાં જોવા મળી રહી છે. બંનેના લગ્નની ચર્ચા પણ હવે છેડાઇ ગઇ છે. જો કે આને કોઇ સમર્થન મળી રહ્યાુ નથી.

Comments

comments

VOTING POLL