આલોક વમાર્એ નીરવ-માલ્યાને ભાગવામાં મદદ કર્યાનો આરોપ

January 12, 2019 at 10:26 am


સીબીઆઇના પૂર્વ ડાયરેકટર આલોક વમાર્ની મુસીબતો હાલ આેછી થવાનું નામ લઇ રહી નથી, કારણ કે સીવીસીએ તેમના પર 6 બીજા આરોપોની તપાસ શરુ કરી દીધી છે. તેમાં પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદી, વિજય માલ્યા અને એરસેલના પૂર્વ પ્રમોટર સી શિવશંકરનની વિરુÙ લુક આઉટ સકુર્લરના આંતરિક ઇમેલને લીક કરવાનો આરોપ પણ સામેલ છે.
નવા આરોપો અંગે સીવીસીએ સરકારને જાણ કરી છે, જેના અંગે ગયા વર્ષે 12મી નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટની સામે વમાર્નો તપાસ રિપોર્ટ દાખલ કર્યા બાદ ભ્રષ્ટાચાર નિરોધક ટીમ દ્વારા ફરિયાદ મળી હતી. વમાર્ની વિરુÙ તેમના જ પૂર્વ નંબર બે ગણાતા સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ અસ્થાના દ્વારા લગાવામાં આવેલા 10 આરોપોની તપાસના આધાર પર રિપોર્ટમાં કહ્યું હતું કે વમાર્ની પૂછપરચ્છ થવી જોઇએ.
સીવીસીના એક સૂત્રે કહ્યું કે સીબીઆઇને 26મી ડિસેમ્બરના રોજ એક પત્રના માધ્યમથી કહ્યું છે કે તેઆે આ મામલા સાથે સંબંધિત તમામ દસ્તાવેજ અને ફાઇલો ઉપલબ્ધ કરાવે, જેખી તરીને તપાસને તાકિર્ક રીતે પૂરી કરી શકાય. ત્યારબાદ એજન્સીએ બુધવારના રોજ માલ્યાથી સંબંધિત કેસના તમામ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવ્યા. આપને જણાવી દઇએ કે નીરવ મોદી અને માલ્યા હાલ ભાગેડું છે.
વમાર્ પર આરોપ છે કે તેમણે નીરવ મોદી કેસમાં સીબીઆઈના કેટલાંક આંતરિક ઇમેલોને લીક થવા પર આરોપીને શોધવાની જગ્યા એ તે મામલાને છુપાવાની કોશિષ કરતાં રહ્યા. પીએનબીના કૌભાંડી નીરવ મોદીના કેસમાં પણ કંઇક આવું જ બન્યું હતું. તદાઉપરાંત બીજા મુખ્ય આરોપોની વાત કરીએ તો તેમના પર એરસેલના પૂર્વ માલિક સી.શિવશંકરનની વિરુÙ લુકઆઉટ સકુર્લરને નબળો રજૂ કરવાનો આરોપ છે, તેના લીધે આઇડીબીઆઈ બેન્કની લોન લઇ છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને ભારત છોડવાની મંજૂરી મળી હતી.
વમાર્ની ઇમાનદારી પર પ્રશ્ન ઉઠતા ત્રણ બીજા આરોપ સીબીઆઈની લખનઉ બ્રાન્ચમાં તૈનાત એડિશનલ એસપી સુધાંશુ ખરે એ પણ લગાવ્યો હતો. ખરે એ વમાર્ પર રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન ગોટાળાના આરોપીને પણ બચાવાનો આરોપ મૂકયો હતો. એટલું જ નહી એસબીઆઈ બેન્ક ફ્રાેડ કેસમાં રંજીત સિંહ અને અભિષેક સિંહ આરોપી હતી, પરંતુ આ બંનેને પણ બચાવી લેવામાં આવ્યા.

Comments

comments

VOTING POLL