આવકવેરાના દરોડા વખતે લોકરમાંથી મળી આવેલા જૂના ઘરેણા બેનામી સંપત્તિ નથી

April 9, 2019 at 10:40 am


આવકવેરા અધિકારી કોઈ કરદાતાના લોકરમાં પડેલા જૂના ઘરેણાને અઘોષિત સંપત્તિ ગણી શકે નહીં. આવકવેરા ટ્રીબ્યુનલે દરોડો અને તપાસના મામલામાં કરદાતાને દંડમાંથી રાહત આપતાં કહ્યું છે કે વર્ષેા જૂની વેલરી અને હાલની કિંમત પર તેની આકારણી કરીને તેને બેનામી સંપત્તિના દાયરામાં લાવી શકાય નહીં. આવું ત્યારે જ કરી શકાય યારે તેના પૂરાવા હોય કે આ ઘરેણા સંબંધિત તપાસ સમયમર્યાદામાં ખરીદવામાં આવ્યા છે.
આઈટીએટી (ઈન્કમટેકસ અપીલેટ ટ્રીબ્યુનલ)ની જયપુર બેન્ચે આવકવેરા વિભાગ તરફથી તપાસમાં કરદાતાના લોકરમાં મળી આવેલી પારિવારિક વેલરીને અઘોષિત સંપત્તિ માનવાથી ઈનકાર કરી દીધો અને વિભાગ તરફથી આવકવેરાની કલમ સેકશન ૨૭૧એએબી હેઠળ જારી આદેશને સાઈડલાઈન કરી દીધો હતો. ટ્રીબ્યુનલે કહ્યું કે લોકરમાં રાખેલા પારિવારિક અથવા વ્યકિતગત ઘરેણાનું વિભાગે હાલની કિંમત પર આકારણી કરીને કરદાતાને અઘોષિત સંપત્તિમાં સામેલ માન્યા છે અને દડં ફટકાર્યેા છે પરંતુ આ ઘરેણા કયારે ખરીદવામાં આવ્યા છે એ સ્પષ્ટ્ર નથી. સામી બાજુ કરદાતાનો દાવો છે કે આ ઘરેણા વર્ષેા જૂના છે.
ટ્રીબ્યુનલે કહ્યું કે ઘરેણાને અઘોષિત સંપત્તિ કરાર આપવા માટે એ સાબિત કરવું જરૂરી છે કે તેની ખરીદી એવા સમયે કરવામાં આવી છે જે સમયે ટેકસનો દરોડો પડયો છે. જો આવકવેરા અધિકારી અને ઈનકમ ટેકસ કમિશનર ઘરેણાની ખરીદી અથવા હાંસલ કરવાની તારીખ અંગે કોઈ પૂરાવા એકત્ર ન કરી શકે તો તેવામાં કરદાતા પર સેકશન ૨૭એએબી હેઠળ અઘોષિત સંપત્તિ રાખવા માટે દડં ફટકારી શકાય નહીં. ટ્રીબ્યુનલે એવું પણ માન્યું કે લોકરમાં રાખેલા ઘરેણા પરિવારના અન્ય સભ્યોના પણ હોઈ શકે છે અને આ સિલસિલો પેઢી દર પેઢી આગળ ચાલે છે.

Comments

comments

VOTING POLL