આવકવેરાના દરો ઘટાડવાનો વિચાર, અર્થતંત્રને દોડતું કરવાની વ્યૂહરચના

May 25, 2019 at 10:52 am


નવી સરકાર પણ એનડીએની બની રહી છે ત્યારે આર્થિક મંદી અને અર્થતંત્રની ઢીલાશ વચ્ચે નાણા મંત્રાલયે ત્રણ સૂત્રી વ્યુહરચના તૈયાર કરી છે અને અર્થતંત્રને દોડતું કરવા માટેના ઉપાયો સુચવ્યા છે. ગ્રાહકો વધુ ખરીદી કરે અને વપરાશ વધે તેમજ સરકારના વિવિધ ખર્ચ ઓછા થાય અને ખાનગી રોકાણ વધે તે પ્રકારના ફેરફારો કરવાનો વિચાર ચાલી રહ્યો છે. ખાસ કરીને આવકવેરાના દરમાં ઘટાડો કરવાની પણ ભલામણ નાણા મંત્રાલય કરી શકે છે.

નાણા મંત્રાલયનો તર્ક એવો છે કે આવકવેરાના દરો ઘટાડવાથી મીડલ ક્લાસ અને લોઅર મીડલ ક્લાસ બન્ને વધુ ખર્ચ કરી શકશે કારણ કે એમની પાસે વધુ પિયા રહેશે અને વધુ ખરીદી થશે તો ડિમાન્ડ વધશે અને વપરાશ વધશે.

એ જ રીતે જાહેર ક્ષેત્રમાં રોકાણને ગતિ આપવા માટેના પગલાં પણ સુચવવામાં આવ્યા છે જે ખાનગી રોકાણને વધારશે. એ જ રીતે કોર્પોરેટની લોનને સસ્તી કરવાનો પણ વિચાર છે. કરજને સસ્તું કરવાથી કોર્પોરેટ ક્ષેત્ર વધુ પિયા ઉપાડશે અને વધુ રોકાણ કરશે તેવા તર્ક સાથે નવી સરકારનું નાણાં મંત્રાલય આગળ વધવા માગે છે.

2019 અને 2020 માટેના સંપૂર્ણ બજેટમાં આ પ્રકારના પગલાંઓની જાહેરાત થવાની સંભાવના છે. રાજકોષીય ખાધના ટાર્ગેટને 3.2 ટકા સુધી રાખવા માટે સરકારે હવે આવા પગલાં લેવા પડશે.
ઈન્કમટેક્સના દર ઘટાડીને કરદાતાના હાથમાં વધુ પિયા આપવા પડશે તો જ તે ખર્ચ કરી શકશે તેવી લાઈન પર નાણા મંત્રાલય અત્યારે બેઠકોના દોર ચલાવી રહ્યું છે. સરકારની રચના 30મીએ થશે અને ત્યારબાદ ખાતાઓની ફાળવણી થશે અને મોટાભાગે પિયુષ ગોયલને જ નાણા મંત્રાલય સોંપવામાં આવશે. જો કે એ પહેલાં અણ જેટલીએ નાણા મંત્રાલયમાં બેઠકોનો દોર શ કરી દીધો છે અને ત્રણ સૂત્રી વ્યુહરચના એમણે ઘડી કાઢી છે. હવે નવા નાણામંત્રી જે પણ બનશે તેની સામે આ પ્રપોઝલ મુકવામાં આવશે અને અર્થતંત્રને ચેતનવંતુ બનાવવા માટેના અન્ય ઉપાયો સુચવવામાં આવશે.

Comments

comments

VOTING POLL