આવકવેરાના મુખ્ય કમિશનર અજયદાસ મેહરોત્રા કાલે રાજકોટમાં: કરદાતાઓ સાથે ઓપન હાઉસ

April 15, 2019 at 4:38 pm


આવકવેરાનાં મુખ્ય કમિશનર આવતીકાલે રાજકોટ આવશે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ, નવી દિલ્હીના દિશાનિર્દેશો અનુસાર મુખ્ય આયકર આયુકત, રાજકોટ દ્રારા આવતીકાલે બપોરે ૪થી ૫ સુધી રાજકોટના કરદાતાઓ તેમના પ્રતિનિધિઓ અને વ્યવસાયીઓ માટે એક ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું છે.
ઓપન હાઉસ દરમિયાન કરદાતાઓ તરફથી પ્રા થતી ફરિયાદોનું આયકર વિભાગ દ્રારા ત્વરિત નિવારણ કરવામાં આવે છે. રાજકોટના કરદાતાઓ તેમના પ્રતિનિધિઓ અને નાગરિકો દ્રારા આપવામાં આવતા સૂચનો પર પુરતું ધ્યાન આપવામાં આવશે અને જયાં જરૂર હોય ત્યાં પગલાં ભરવામાં આવશે કરદાતાઓ તેમના પ્રતિનિધિઓ અને વ્યવસાયીઓ તથા નાગરિકોને યાદીમાં જણાવાયું છે કે, તેઓ કોઈપણ પ્રકારની પૂર્વ એપાઈન્ટમેન્ટ વગર મુખ્ય આવકવેરા કમિશનર અજય દાસ મેહરોત્રાને મંગળવારે બપોરે ૪થી ૬ સુધી છઠ્ઠા માળે, આયકર ભવન, રેસકોર્સ રિંગ રોડ રાજકોટ સ્થિત આવકવેરા કચેરીમાં મળી શકશે.

Comments

comments

VOTING POLL