આવકવેરાના વ્યવહારોમાં પાનની બદલે આધાર ચાલશે

November 8, 2019 at 4:49 pm


આવકવેરા વિભાગના કોઈ પણ વ્યવહારમાં હવેથી આધાર નંબર ને આધાર ગણવામાં આવશે .અત્યાર સુધી ઇન્કમટેક્ષ ને લગતી કોઈપણ પ્રqક્રયા માટે પાન કાર્ડ ફરજિયાત હતું પરંતુ ગત બજેટમાં થયેલી જોગવાઈ મુજબ સરકાર દ્વારા રાજપત્ર જાહેર કરવામાં આવેલ છે જેમાં પાનકાર્ડ ની બદલે આધાર નંબર ચાલી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા થી લઇ ને આઈ ટીને લગતા કોઈપણ વ્યવહારો દરમ્યાન પાનકાર્ડ નંબર ફરજિયાત આપવો પડતો હતો.. જેમાં સરકાર દ્વારા સુધારો કરવામાં આવ્યો છે જેને પગલે સંખ્યાબંધ લોકોને ફાયદો થશે.
ઇન્કમટેક્સ માં જેમકે રિટર્ન ફાઇલ કરવું, આેડિટ ટેક્સ ભરવામાં વગેરે પ્રqક્રયાઆેમાં કરદાતાઆેએ પાનકાર્ડ નંબર આપણું ફરજિયાત હતું ત્યારે થોડા સમય પહેલા પાન અને આધાર લીકઅપ પણ ફરજિયાત બનાવ્યું હતું.

પરંતુ ગત બજેટમાં સરકારે પાન ના બદલે આધાર પણ ચાલી શકે તેવી જોગવાઈ કરી હતી જેને લઇને ઇન્કમટેક્સ વિભાગે તાજેતરમાં આ અંગે એક રાજ પત્ર જાહેર કરીને જણાવ્યું હતું કે પાન નંબર નહી હોય તો આધાર નંબર પણ ચાલશે,બજેટમાં થયેલી જોગવાઈ મુજબ હવે થી આ અંગેની અમલવારી શરુ કરવાની દિશામાં કદમ માંડéું છે જેના લીધે અનેક લોકોને ફાયદો થશે જેઆેએ તેમનું પાનકાર્ડ કઢાવ્યું નથી. તજજ્ઞોના જણાવ્યા મુજબ ઘણા લોકો એવા છે કે જેઆે ને ક્યારેક જ રિટર્ન ફાઈલ કરવાનું થતું હોય છે જેમ કે સિનિયર સિટીઝન અથવા તો પ્રાેપર્ટી લે-વેચ કરી હોય કે કેપિટલ ગેઇન જેવા કિસ્સાઆેમાં ક્યારેક રિટર્ન ફાઈલ કરવાનું થતું હોય ત્યારે પાન નંબરની જરુર પડતી હોય છે પરંતુ હવે પાન નંબર નહી હોય તો આઇટીના તમામ વ્યવહારો માટે આધાર નંબર પણ આધાર બની રહેશે. આ નિર્ણયના પગલે મોટાભાગના લોકોને રાહત થઇ છે.

Comments

comments