આવકવેરામાં કોઇ રાહત ન મળતા મધ્યમ વર્ગ અને નોકરિયાતો નિરાશ

February 1, 2018 at 3:08 pm


કેન્દ્રીય નાણામંત્રી અણ જેટલીએ આજે રજૂ કરેલા 2018-19ના અંદાજપત્રમાં મધ્યમ વર્ગ અને નોકરિયાતોને નિરાશ કયર્િ છે. આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જાણે સામાન્ય રાહત આપતા હોય તેમ સ્ટાન્ડર્ડ ડિડકશન સીસ્ટમ ફરી દાખલ કરી છે. સેસ એક ટકો વધી છે માટે ઈન્કમટેકસ વધુ ચૂકવવું પડશે. નાણામંત્રીએ કરેલી એક મહત્વની જાહેરાત મુજબ ચાર લાખના વેતન પર 2100 પિયાનો કરમાં ફાયદો થશે.
અંદાજપત્રની દરખાસ્તો રજૂ કરતાં નાણામંત્રીએ જીએસટીની સફળતાની અને અન્ય વિગતો રજૂ કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે સીધા કરવેરાની વસુલાતમાં 12.6 ટકાનો વધારો થયો છે. 19.25 લાખ જેટલા નવા કરદાતાઓ વધ્યા છે.
નાણામંત્રીએ કરેલી જાહેરાત પ્રમાણે કોર્પોરેટ ટેકસમાં ફેરફારો કર્યા છે પણ મધ્યમ વર્ગ અને પગારદાર કર્મચારીઓને કોઈ મોટી રાહત આપી નથી.
સ્ટાન્ડર્ડ ડિડકશન જે ઘણા લાંબા સમયથી બજેટની જોગવાઈમાં ન હતું તેને ફરી લાગુ પાડવામાં આવેલ છે. 40 હજાર સુધી સ્ટાન્ડર્ડ ડિડકશન મળશે. આ ઉપરાંત અન્ય જે કર અંગે જાહેરાત કરવામાં આવી છે તેમાં કૃષિ ઉત્પાદન તૈયાર કરનારી 100 કરોડ પિયા સુધીના કામોવાળી કંપ્નીઓને ટેકસમાં 100 ટકાની છૂટ આપવામાં આવી છે.
બજેટ અંગે અટકળો થતી હતી ત્યારે 2019ની ચૂંટણીને અનુલક્ષીને આવકવેરાની મયર્દિામાં વધારો થશે તેવી આશા હતી પરંતુ તેના પર પાણી ફરી વળ્યું છે. સિનિયર સિટીઝનોને ડિપોઝિટ કરના દરમાં રાહત આપવામાં આવી છે.
અન્ય એક જાહેરાત પ્રમાણે 250 કરોડ ટર્નઓવર કરનારી કંપ્નીઓ પર 25 ટકા ટેકસ લાગશે.

Comments

comments