આવકવેરા ખાતામાં ક્ષેત્ર અધિકારથી મુક્ત મૂલ્યાંકનની સિસ્ટમ આેક્ટોબરથી શરૂ થશે

September 17, 2018 at 10:59 am


આેક્ટોબર માસમાં આવકવેરા ખાતાની કામગીરીમાં આમૂલ પરિવર્તન આવી જવાનું છે અને જ્યુરિડિક્શનની લમણાઝીકમાંથી આઈટીને બહાર કાઢવાની જે બ્લ્યુપ્રિન્ટ બનાવવામાં આવી છે તેનો અમલ પણ શરૂ થઈ જશે. હવે દેશમાં જ્યુરિડિક્શન ફ્રી કરનું આકલન એટલે કે કરનું મૂલ્યાંકન કરવાની સિસ્ટમ લાગુ થઈ જશે અને તેનાથી આવકવેરા ખાતાને પણ ઘણી મોટી રાહત મળશે અને ઝડપી કામગીરી થશે.

પ્રથમ મુંબઈ અને દિલ્હીમાં આ જ્યુરિડિક્શન ફ્રી એસેસમેન્ટનો પ્રારંભ થશે અને પાયલટ પ્રાેજેક્ટ લોન્ચ કરવામાં આવશે.

આ બે મોટા શહેરોમાં નવી સિસ્ટમનો અમલ થયા બાદ તબક્કાવાર પ્રથમ તબક્કામાં 200 જેટલા શહેરોમાં આ પ્રાેજેક્ટ લાગુ કરી દેવામાં આવશે. દેશમાં કોઈ પણ સ્થળે કોઈ પણ અધિકારી કરદાતાની પ્રાેફાઈલ ચેક કરી શકશે અને તેમાં જ્યુરિડિક્શનના કોઈ બંધ નડશે નહી. આ માટે એક ખાસ સોફટવેર બનાવવામાં આવ્યો છે. અત્યારની સિસ્ટમ એવી છે કે કરદાતા અત્યારે જે એરિયાના હોય ત્યાંના અધિકારીઆે જ ખાસ નિદિર્ષ્ટ કરેલા પ્રાંતમાં એસેસમેન્ટ કરે છે અને બીજા એરિયામાં કરી શકતા નથી પરંતુ હવે આ સિસ્ટમ નાબૂદ થઈ જશે.

આવકવેરા ખાતામાંથી ભ્રષ્ટાચારને દૂર કરવા અને કરદાતાઆેને થતી હેરેસમેન્ટને અટકાવાના હેતુથી આ નવો પ્રયોગ કરવામાં આવશે અને આેક્ટોબર એટલે કે આવતાં મહિનાથી જ આવકવેરા ખાતાની કામગીરીમાં ઘણો બધો ફેરફાર થઈ જશે. હવે જે સિસ્ટમ શરૂ થશે તેમાં કરદાતા ટેક્સ આેફિસરને આેળખી નહી શકે અને ટેક્સ આેફિસર કરદાતાને આેળખી નહી શકે અને એકદમ પારદર્શક કામગીરી થશે. રિટર્ન ફાઈલ કરવા, કેસની ચકાસણી કરવી અને બાકી બધી જ અન્ય કામગીરી માટે પણ તેમાં ઝડપ લાવવામાં આવશે. દેશમાં 18 જેટલા ટેક્સ રિઝન્સ છે અને તેનું વિસર્જન થશે. તાજેતરમાં જ વડાપ્રધાને પણ ટેક્સના લોમાં કેટલીક ખામીઆે અને ત્રુટિઆે હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને આઈટી ખાતાને કરદાતાઆે માટે નવી અને સરળ સિસ્ટમ વિકસાવવાની સુચના આપી હતી.

Comments

comments

VOTING POLL