આવકવેરા સંગ્રહમાં ‘લાખના બાર હજાર’!

April 15, 2019 at 10:46 am


આપણી સરકાર મોટી મોટી વાતો જ કરી શકે છે અને બેઝિક કામગીરીકરવામાં તે હંમેશા પાછળ જ રહી જાય છે તેમ માનવાને અનેક કારણે રહેલા છે. કર સંગ્રહનો ટારગેટ અધુરો જ રહ્યો છે અને અધુરો જ રહેશે તેવા ભય વચ્ચે હવે પછીની નવી કેન્દ્ર સરકાર માટે કપરા ચઢાણ થવાના છે. નવી સરકારના ગઠન બાદ જુલાઈમાં રજૂ થનારા બજેટમાં ચાલુ નાણાકીય વર્ષનો વ્યક્તિગત આવકવેરા સંગ્રહનો ટારગેટ ઓછો રાખવો પડશે.

જો આમ નહીં થાય તો આવકવેરા વિભાગે વ્યક્તિગત આવકવેરામાં 29 ટકાથી વધુનો સંગ્રહ કરવો પડશે અને તે શકય બનશે નહીં. આ આંકડો 2016-17થી પણ અધિક છે જયારે વ્યક્તિગત આવકવેરા સંગ્રહમાં 26 ટકાનો વધારો થયો હતો. સરકારે તે વર્ષમાં નોટબંધીની જાહેરાત કરી હતી અને સાથે અઘોષિત ધનના ખુલાસા માટે આ એક યોજના બહાર પાડી હતી. એ સમયે લોકોએ પોતાની અઘોષિત સંપતિ જાહેર કરીને વધુ કરની ચુકવણી કરી હતી માટે જ કર સંગ્રહમાં વધારો થયો હતો. એક સરકારી અધિકારીએ કહ્યું છે કે, 2019-20 માટે પ્રત્યક્ષ કર સંગ્રહનું વ્યવહારિક લક્ષ્ય રાખવું પડશે આવતા વર્ષે પણ લક્ષ્યથી 60 હજાર કરોડ ા.નો ઘટાડો રહ્યો હતો. વ્યક્તિગત આવકવેરા સંગ્રહમાં અંદાજે 30 ટકાના વધારાનું લક્ષ્ય હાસિલ કરવાનું વ્યવહારિક લાગશે નહીં. કારણ કે, અર્થતંત્રની રફતાર સાવ ધીમી પડી ગઈ છે. આમ નવી સરકારની રચના થયા બાદ આવકવેરા વિભાગ આવકવેરા સંગ્રહનો ટારગેટ ઓછો રાખવા માગે છે. જો કે, આ બાબતે સર્વસંમતિ સધાશે કે નહીં તે મહત્વનું છે. નાણા મંત્રાલય આ દરખાસ્ત પર કેવું વલણ લેશે તે પણ જોવાનું રહેશે.

Comments

comments

VOTING POLL