આવતીકાલથી ચેનલો બંધ થશે નહીઃ ટ્રાઇની ચોખવટ

January 31, 2019 at 10:46 am


Spread the love

ભારતીય દૂરસંચાર નિયામક પંચ એટલે કે ટ્રાઈ દ્વારા ડીટીએચ ગ્રાહકોને એવો ભરોસો આપવામાં આવ્યો છે કે, જો 1લી ફેબ્રુઆરી સુધી એ લોકો નવા ટેરિફ પેકેજની પસંદ ન કરી શકે તો પણ ટીવી ચેનલો બંધ નહી થાય.

જૂના પ્રિપેઈડ રિચાર્જની સમય સીમા સુધી તેઆે પોતાની કંપનીના જૂના પેકેજનો લાભ ઉઠાવી શકે છે.

ટ્રાઈના ચેરમેન આર.એસ. શમાર્એ પત્રકારોને આ માહિતી આપતા કહ્યું હતું કે, ચેનલોની કિંમતો સાથે જોડાયેલા નવા ટેરિફ લાગુ કરવાની સમયસીમા વધવાની નથી પરંતુ જો ગ્રાહકે પહેલેથી જ લાંબી અવધી એટલે કે 6 મહિના કે એક વર્ષના કોઈ રિચાર્જ કરાવી રાખ્યા હોય અને તેઆે તેને આગળ કન્ટિન્યૂ રાખવા માગતા હોય તો ડીટીએચ કંપની તેનું પુરી રીતે પાલન કરશે.

જો 1લી ફેબ્રુઆરી પહેલાં કોઈ માસીક રિચાર્જ પણ કરાવ્યું હોય તો રિચાર્જ પુરું થવા સુધી તેનું જૂનું પેકેજ ચાલુ રહેશે. આમ, ડીટીએચ ગ્રાહકોને ટ્રાઈ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે અને એક મોટી મૂંઝવણ દૂર કરી દેવામાં આવી છે.

શમાર્એ એવો વિશ્વાસ અપાવ્યો છે કે, ગ્રાહકોને કોઈ અસુવિધા વગર નવા ટેરિફ સીસ્ટમનો અમલ કરાવવાની પુરી તક અપાશે અને તેને કોઈ તકલીફ પડવા દેવાશે નહી. ગ્રાહકો, ચેનલો અને કેબલ સંચાલકો માટે નવી ટેરિફ વ્યવસ્થા લાભકારક રહેશે અને ગ્રાહકોને પોતાની પસંદની ચેનલોનું જ ચૂકવણું કરવાની સુવિધા મળી છે ત્યારે તેનો આનંદ છે. તેમણે એમ પણ કહ્યું કે, ભવિષ્યમાં ટીવી જોવાનું વધુ સસ્તું થઈ શકે એમ છે. ચેનલોના ભાવ ભવિષ્યમાં ઘટી જવાના છે.