આવતીકાલથી ભાવનગરના આંગણે 32મી ગુજરાત સાયન્સ કાગ્રેસ યોજાશે

February 3, 2018 at 11:31 am


તા.4-5 ફેબ્રુઆરી દરમ્યાન આયોજીત આ કાર્યક્રમમાં પÚ વિભુષણ પ્રાેફેસર મનમોહન શમાર્, એટલાન્ટિક યુનિ.ના ડીન પ્રા. અભિજીત એ.ભારદ્વાજ સહિતના હાજરી આપશે
આવતીકાલથી બે દિવસ માટે ગુજરાત સાયન્સ એકેડેમી, સી. એસ. આઈ. આર. ની ભાવનગર ખાતે આવેલ કેન્દ્રીય નમક-સમુદ્રી રસાયણ અનુસંધાન સંસ્થાન (સીએસએમસીઆરઆઈ) અને એમ. કે. ભાવનગર યુનિવસિર્ટીના સંયુક્ત પ્રયાસ હેઠળ 32મી ગુજરાત સાયન્સ કાેંગ્રેસનું આયોજન ઝવેરચંદ મેઘાણી આેડીટોરીયમ ખાતે કરાયું છે. તા. 4-5 ફેબ્રુઆરી રવિ-સોમ આયોજીત આ કાર્યક્રમમાં પÚ વિભૂષણ પ્રાેફેસર મનમોહન શમાર્, ફ્લાેરિડા એટલાન્ટિક યુનિવસિર્ટીના ડીન પ્રાેફેસર અભિજીત પંડéા, ફિઝિકલ રિસેર્ચ લેબોરેટરીના ડિરેક્ટર પ્રાેફેસર એ. ભારદ્વાજ, આ. યુ. એ. સી.- દિલ્હીના ડિરેક્ટર પ્રાેફેસર દિનકર કાનજીલાલ હાજરી અને માર્ગદર્શન આપશે.
આ ઉપરાંત દેશના નામાંકિત સંશોધકો એવા પ્રાેફેસર સૌરવ પાલ, પ્રાેફેસર એલ. એસ. શશીધરા અને ડો. કિરીટ યાજ્ઞિક આ કાર્યક્રમમાં વિજ્ઞાન ક્ષેત્રના સંબંધિત વક્તવ્ય આપશે. ગુજરાતના ગણિત શિક્ષણ પર પ્રાેફેસર પી. સી. વૈÛની અસર ગુજરાત યુનિવસિર્ટીના પ્રાેફેસર એમ વૈÛ દ્વારા કરવામાં આવશે તો દૈનિક જીવનમાં આવશ્યક વૈજ્ઞાનિક અભિગમોની વાત પ્રાેફેસર અરૂણ કુમાર દવે (લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, વિજ્ઞાન ભવન) કરશે. સાથે લોકભારતી, સણોસરા દ્વારા કરેલા યોગદાન વિશે વાત કરશે.
આ કાર્યક્રમમાં રેલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ ડો. અજિત સપ્રે વિશેષ હાજરી આપશે. આ સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન દેશના વિકાસ માટે વૈજ્ઞાનિક તકનીકનો આવનારા સમયમાં ફાળો અને દેશના સર્વાંગી વૃિÙ માટે સંશોધકોની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ભાગ લઇ રહેલ સંશોધકોમાંથી વિશિષ્ઠ પોસ્ટર પ્રસ્તૃત કરનાર તેમજ બેસ્ટ થીસીસ માટે ઇનામ આપવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમમાં દેશભરમાંથી 450થી વધારે વિજ્ઞાન ક્ષેત્રના તજજ્ઞો, વિદ્યાથ}આે, શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો ચર્ચા માં ભાગ લેશે. જેમાં 317 જેટલા પોસ્ટર્સ પ્રદશિર્ત કરવામાં આવશે અને 10થી વધારે વ્યાખ્યાન આપવામાં આવશે.

Comments

comments

VOTING POLL