આવતીકાલે હાલારમાં બમબમ ભોલેના નાદ સાથે મહાશિવરાત્રીની ઉજવણી

February 12, 2018 at 11:27 am


જામનગર સહિત સમગ્ર હાલારમાં આવતીકાલે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, ઠેકઠેકાણે શિવાલયોમાં વિવિધ દર્શનનો કાયક્રમો યોજવામાં આવેલ છે. ઉપરાંત મહાદેવને વિશેષ શણગાર, સ્તુતી, પુજા, દર્શન, મહાપ્રસાદ, શિવતાંડવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભાંગ પ્રસાદ વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, શહેરના સુપ્રસિધ્ધ શિવાલયો સિધ્ધનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ, ભીડભજન, કાશીવિશ્વનાથ, હજારેશ્વર, પ્રતાપેશ્વર, બેડેશ્વર, નર્મદેશ્વર, રામેશ્વર, ઇચ્છેશ્વર સહિતના મંદિરોમાં શિવરાત્રી નિમિતે વિવિધ કાયક્રમો યોજાશે.

આ ઉપરાંત ચાર ધામ પૈકીના ભગવાન નાગેશ્વરના મંદિરમાં દ્વારકા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, દર વર્ષે શિવરાત્રીમાં હજારો ભાવિકો નાગેશ્વરના દર્શન કરવા આવે છે તેવી જ રીતે ભાણવડ નજીક આવેલા કિલેશ્વર, બિલેશ્વર, લાલપુર નજીક આવેલા ભોળેશ્વર, જોડીયા નજીક આવેલા કન્કેશ્વર, ખીમરાણામાં આવેલા ભવનાથ અને ખીમેશ્વેર, કાલાવડમાં કલ્યાણેશ્વર અને કુંભેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં વિવિધ શણગારનું આયોજન કરવામાં આવેલ છે, કેટલાક ગામોમાં શિવરાત્રી નિમિતે શોભાયાત્રા, પાલખી યાત્રા વિશિષ્ટ દર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્éું છે અને શિવભકતો આવતીકાલે શિવ ભગવાનને નમન કરશે.

ખંભાળિયામાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી

દેવાધિદેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રીની મંગળવારે ખંભાળિયામાં ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે, આ પ્રસંગે શહેરના શિવાલયોમાં અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ખંભાળિયામાં મહાશિવરાત્રી નિમિતે મંગળવારે તમામ શિવમંદીરોમાં વિશેષ દર્શન, પૂજન, આરતીના કાર્યક્રમો યોજયા છે, અહીના પ્રાચીન અને પ્રખ્યાત રામનાથ મહાદેવના મંદીર ખાતે મંગળવારે ઘીની મહાપૂજા, ચાર પ્રહરની આરતી તથા દિપમાળાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાતં અહીના જલારામ મંદીર પરીસરમાં આવેલા રામેશ્વર મહાદેવના મંદીરે મંગળવારે આખી રાત પૂજા તથા ચારેય પોરની મહાઆરતી સહિતના દર્શન યોજવામાં આવ્યા છે. આ સાથે ખામનાથ મહાદેવ શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર સુખનાથ મહાદેવ સહિતના શિવાલયોમાં શિવભકતો દ્વારા મહાશિવરાત્રી પર્વની ભકિતભાવની ઉજવણી કરવામાં આવશે.

ધ્વજા રોહણ અને પ્રસાદનો કાર્યક્રમ

જામનગરના લાલવાડી દશનામ ગોસ્વામી કૈલાસધામમાં દાતા ગોસ્વામી દિલીપપુરી અમરપુરી પરિવાર તરફથી જય દશનામ ગોસ્વામીના આરાધ્ય દેવ મહાદેવજી ગૌરીશંકર મહાદેવને તા.13-2-2018 શિવરાત્રીના દિને ધ્વજા, આરોહણનો કાર્યક્રમ સવારે 10.30 વાગ્યે તથા 12 વાગ્યે પૂજા-અર્ચના તેમજ પ્રસાદી બપોરે 12-30 વાગ્યે રાખેલ છે, તો દરેક જ્ઞાતિબંધુઆેને પધારવા અનુરોધ છે.

હિન્દુ સેવા સમાજ દ્વારા મહાશિવરાત્રીની થશે ઉજવણી

હિન્દી સેવા સમાજ દ્વારા સંચાલિત તથા દિગ્જામ વુલનમીલ પાછળ, જામનગરમાં આવેલ ભોલેશ્વર મહાદેવ મંદિરે તા. 12 અને 13 ફેબ્રુઆરીના દિને મંદિર નિમિતે દ્વારા મહાશિવરાત્રી પર્વની ઉજવણી નિમિતે વિવિધ આયોજન કરવામાં આવ્યા છે.

તા.12-2-2018ને સોમવારે સવારે 8 કલાકે સંપૂર્ણ રામાયણનો સુભારંભ થશે, તા.13-2-2018ને મંગળવારે સવારે 10 કલાકે રામાયણનું સમાપન થશે, તા.13-2-2018ને મંગળવારે મધ્યાહને 12 કલાકે હવન તથા આરી યોજાશે તેમજ બપોરે 12-30 થી 3-30 દરમિયાન મહાપ્રસાદના રાખેલ છે.

નંદેશ્વર મહાદેવ મંદિર ગુ્રપ દ્વારા શિવરાત્રીની ઉજવણી

નંદનવન પાર્ક ખાતે આવેલા નંદેશ્વર મહાદેવ ગુ્રપ દ્વારા મંદિરની સ્થાપનાને દસ વર્ષ પૂરા થતાં હોય આવતી કાલ તા.13ના રોજ શિવરાત્રીના દિવસે સવારે 9 થી 12 પાઠ પૂજન, હવન, ભાંગની પ્રસાદીનું વિતરણ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત થેલેસેમીયાના બાળકો માટે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં નગરસેવક પ્રવિણભાઇ માડમ અને આશિષભાઇ કોટક સહિતના અગ્રણીઆે હાજર રહેશે.

ભોલેશ્વર મહાદેવ મંદિર સમિતી દ્વારા મહાશિવરાત્રીની ઉજવણી કરાશે

ભોલેશ્વર મહાદેવ મંદિર સમીતી દ્વારા તા.13ના રોજ મહાશિવરાત્રીના દિવસે દિગ્જામ વુલનમીલ પાછળ આવેલ ભોલેશ્વર મહાદેવના મંદિરમાં તા.12 ના રોજ રાત્રે 8 વાગ્યે સંપૂર્ણ રામાયણ તા.13ના રોજ સવારે 10 વાગ્યે રામાયણ સમાપન, ત્યારબાદ હવન, આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

Comments

comments

VOTING POLL