આવા કપડાં પહેરવાથી શરીરમાં લાગે છે થાક…

October 8, 2019 at 10:34 am


કપડાં એ માણસની પર્સનાલીટીનો જ એક ભાગ છે. કપડાથી માણસના વ્યક્તિત્વની ઓળખાણ થાય છે. જો કે આજકાલની ફેશનમાં એટલું સારું છે કે લોકો વ્યક્તિગત પસંદગી પર વધુ ભાર આપે છે. આમ છતાં ફેશનનો રોગ એવો છે કે તણાઈને મોટાભાગના લોકો કપડાંની બાબતમાં કોઈકને કોઈક ભૂલ કરી બેસે છે. અને ક્યારેક શરીરને માફક ન આવે એવાં કપડાં પણ અપનાવવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો અમુક કપડાં તમારા શરીર માટે યોગ્ય નથી હોતા. જેને લઈને અનેક સમસ્યા થાય છે, ત્યારે તમને જણાવી દઈએ કે વધુ પડતાં તંગ કપડાં નુકસાન કરે છે. જેમ કે સ્ત્રીની બ્રાનું ફિટિંગ કઢંગુ હોય તો એને કારણે કરોડરજ્જુનું કુદરતી હલનચલન રૃંધાય છે અને લાંબાગાળે ઊભા રહેવાની તથા બેસવાની રીતભાતમાં ખામી પેદા થાય છે. તેમજ વધુ પડતા વજનવાળી બેગ ખાસ કરીને એક ખભા પર રાખવાથી પોસ્ચરલ ડિફેક્ટ્સ થઈ શકે છે. શરીરના વજનના દસમાં ભાગ કરતાં વધુ વજન ઊંચકવાથી કરોડરજ્જુને નુકસાન થઈ શકે છે. વજન ઊપાડવાનું જ હોય તો હળવું વજન ઉપાડો, નકામી ચીજોને કાઢી નાખતાં શીખો અને વજન અવારનવાર બન્ને તરફ બદલતા રહો. ઊંચી એડીવાળાં ચંપલ ક્યારેય સ્ત્રીઓની ફેશનમાંથી બહાર થતાં જ નથી. ઊંચી એડીને કારણે કરોડરજ્જુના વળાંક વધુ તીવ્ર બને છે. અને પેડુનો ભાગ આગળ આવે છે. શરીરનું બધુ વજન પગના આગળ ભાગ પર આવે છે અને એને કારણે પીઠમાં દુ:ખાવો થાય છે. જો તમારું કામ એ પ્રકારનું હોય કે ખુરશી પર તમારે કલાકો સુધી બેસી રહેવાનું હોય તો કપડાં બાબતે સજાગ બનવું જરૃરી છે. જો તમારી ખુરશીની સીટ સિન્થેટિક મટીરિયલની હોય તો તમારાં કપડાં ખરબચડી સપાટીવાળાં કે જોડાં હોવા જોઈએ જેથી બેઠક પરની પકડ જમાવી શકાય.

Comments

comments