આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોના વેતનમાં વધારો

September 12, 2018 at 10:49 am


કેન્દ્ર સરકારે આશા અને આંગણવાડી કાર્યકતર્ઓિની પ્રોત્સાહન રકમ વધારવાનો નિર્ણય લીધો છે. આશાવર્કરોની પ્રોત્સાહન રકમ બે ગણી તથા આંગણવાડી કાર્યકતર્ઓિનું માનદ વેતન દોઢ ગણું એટલે કે 3000થી વધારીને 4500 પિયા કરવાનો નિર્ણય લીધો છે.
વડાપ્રધાને નરેન્દ્ર મોદી એપ દ્વારા આશા અને આંગણવાડી કર્મીઓ સાથે વાત કરતાં આ જાણકારી આપી હતી. વધેલું વેતન 1 ઓક્ટોબર 2018થી લાગુ થઈ જશે. આ વધેરી રકમ કેન્દ્રના હિસ્સાની હશે. મોદીએ કહ્યું કે જે આંગણવાડી કાર્યકતર્ઓિનું માનદ વેતન 2250 પિયા હતું તેમને હવે 3500 પિયા મળશે. આંગણવાડી સહાયકોને 1500ની જગ્યા 2250 પિયા મળશે. આશા કાર્યકતર્ઓિને વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના મફતમાં આપવામાં આવશે.
મોદીએ કહ્યું કે એનીમિયા અને લોહીની કમીનું સ્તર દર વર્ષે માત્ર એક ટકાના દરથી ઘટી રહ્યું છે તેથી સરકારે નિર્ણય લીધો છે કે રાષ્ટ્રીય પોષણ અભિયાન હેઠળ તેને ત્રણ ગણું કરવામાં આવે.

Comments

comments

VOTING POLL