આસામમાં 40 લાખ લોકો ગેરકાયદે રહે છે!

July 31, 2018 at 10:36 am


આસામના રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરના અંતિમ ડ્રાફટને જાહેર કરવામાં આવ્યો છે. તેમાં કુલ 3.29 કરોડ લોકોમાંથી 2.89 કરોડ લોકો યોગ્ય મળી આવ્યા છે. આ ઉપરાંત 40 લાખ લોકોએ ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા હોવાનો દાવો કર્યો છે. આ હિસાબે જોતા આસામમાં પ્રત્યેક પંદર નાગરિકે એક નાગરિક ગેરકાયદે રહે છે તેમ શકાય આસામમાં ગેરકાયદે રહેતા લાખો બાંગ્લાદેશીઆેને દેશ નિકાલ કરવા માટે સરકારે નેશનલ રજિસ્ટર આેફ સિટીઝન્સ અભિયાન ચલાવ્યું છે.

દુનિયાના સૌથી મોટા અભિયાનમાં ગણાતો આ કાર્યક્રમ ડિટેકટ, ડિલિટ અને ડિપોર્ટ એટલે કે થ્રી-ડી પર આધારિત છે. આ રજિસ્ટર દ્વારા ગેરકાયદે વસતા લોકોની આેળખ કરીને તેમને પરત તેમના દેશમાં મોકલી આપવામાં આવશે તેવું જાહેર થયું છે.

આસામમાં ઘૂસણખોરોને પરત મોકલવા માટે આ અભિયાન છેલ્લાં 37 વર્ષથી ચાલી રહ્યું છે. સૌ પહેલાં ઘૂસણખોરોને હાંકી કાઢવાનું આંદોલન 1979માં આેલ આસામ સ્ટુડન્ટ યુનિયન અને આસામ ગણપરિષદે શરુ કર્યું હતું. ત્યાર બાદ અનેક આંદોલનો થયાં હતાં. ર016માં આસામમાં ભાજપની પ્રથમ સરકાર રચાતાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઆેને પરત મોકલવાની પ્રqક્રયા ફરી તેજ બની હતી. આ ત્રણ વર્ષમાં રાજ્યના 3.ર9 કરોડ લોકોએ નાગરિકતા સાબિત કરવાના 6.પ કરોડ દસ્તાવેજો મોકલ્યા હતા. આ દસ્તાવેજોના આધારે રેકોર્ડ ચેક કરાયો છે તેમજ વંશવાલીને આધાર બનાવીને તપાસ કરવામાં આવી છે.

હવે નાગરિકોની નવી યાદી જાહેર થઇ છે ત્યારે આ મામલો પણ રાજકીય રીતે ગરમાયો છે અને આરોપ લગાવવામાં આવી રહ્યાે છે. આ મુદ્દાે હજુ વધુ ગરમાશે તેવું લાગી રહ્યું છે.

Comments

comments