આસારામની સજાને આેછી કરવા માંગણી સાથે અરજી

September 11, 2018 at 8:01 pm


રાજસ્થાનના જોધપુરની જેલમાં સજા કાપી રહેલા બળાત્કારના અપરાધી આસારામે પાેતાની સજા આેછી કરવા માટે રાજ્યપાલ કલ્યાણિંસહની પાસે દયાની અરજી મોકલી છે. સગીરા સાથે બળાત્કારના મામલામાં આસારામ દોષિત છે અને હાલ સજા હેઠળ જેલમાં છે. 25મી એપ્રિલના દિવસે જોધપુરની અદાલતે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આસારામે પાંચ વર્ષ પહેલા પાેતાના આશ્રમમાં એક સગીરા પર બળાત્કારના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સજાને પડકાર ફેંકીને આસારામે બીજી જુલાઈના દિવસે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી પરંતુ હાલમાં આ અરજી ઉપર સુનાવણી થઇ શકી નથી. રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણિંસહને તાજેતરમાં જ આસારામની દયાની અરજી મળી છે જેને ગૃહમંત્રાલયની પાસે મોકલી દેવામાં આવી છે. વિસ્તૃત રિપાેર્ટની માંગ કરવામાં આવી છે. પાેતાની દયાની અરજીમાં આસારામે આજીવન કારાવાસની સજાને કઠોર દંડ તરીકે ગણાવીને આને આેછી કરવાની માંગ કરી છે. પાેતાની વયનાે પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. જોધપુર સેન્ટ્રલ જેલ વિભાગના અધિકારીઆેએ આ અરજીને આગળ વધારી છે. તેના ઉપર જિલ્લા વહીવટીતંત્ર અને પાેલીસ પાસેથી રિપાેર્ટની માંગ કરવામાં આવી છે. જોધપુર સેન્ટ્રલ જેલના અધિકારી કૈલાશ ત્રિવેદીનું કહેવું છે કે, અમને આસારામની દયાની અરજી મળી છે જેના ઉપર એક રિપાેર્ટ જિલ્લા વહીવટીતંત્ર અને પાેલીસને આપવાની જરૂર છે. 16 વર્ષની પીડિતાએ પાેતાની ફરિયાદમાં કહ્યું હતું કે, આસારામે પાંચમી આેગસ્ટ 2013ના દિવસે જોધપુરના મનાઈ વિસ્તારમાં આવેલા પાેતાના આશ્રમમાં તેને બાેલાવી હતી અને તેના ઉપર બળાત્કાર ગુજાયોૅ હતાે. ભોગ બનેલી યુવતી શાહજહાંપુરથી સંબંધ ધરાવતી હતી. આસારામના મધ્યપ્રદેશના આશ્રમમાં આ બાળકી ભણતી હતી. આસારામ છેલ્લા ઘણા સમયથી કાયદાકીય સકંજાનાે સામનાે કરી રહ્યાા છે.

Comments

comments

VOTING POLL