આહીર કન્યા છાત્રાલયમાં રેડક્રાેસ જામનગર દ્વારા થેલેસેમિયા પરીક્ષણ કેમ્પ

August 25, 2018 at 11:08 am


આહીર કન્યા છાત્રાલય થેલેસેમિયા પરીક્ષણ તેમજ અવેરનેસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સીપાલ ડો. નંદાણીયા એ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યુ હતું. રેડક્રાેસના વાઇસ ચેરમેન નટરાજ વિઠ્ઠલાણી, પ્રાેજેકટ ડાયરેકટર નીરંજના વિઠ્ઠલાણી, છાત્રાલયના ટ્રસ્ટી રાજુભાઇ, પ્રિન્સીપાલ તેમજ અન્ય મહેમાનો દ્વારા દિપ પ્રાગટé કરવામાં નટરાજ વિઠ્ઠલાણીએ રેડક્રાેસ દ્વારા થતી પ્રવૃતિઆેથી માહિતગાર કરી. તેમજ છેલ્લા 4 વર્ષથી ગુજરાતમાં થેલેસેમિયા અવેરનેસ તેમજ સ્કેનીગ માટે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ અમદાવાદ ગાંધીનગર રાજભવનમાં રેડક્રાેસના પ્રાેજેકટ ઠાયરેકટર નીરંજના વિઠ્ઠલાણીને તેમજ રેડક્રાેસને ગુજરાતના માનનીય ગવર્નર કોહલી સાહેબના વરદહસ્તે એવોર્ડ આપી સન્માન કરવામાં આવેલ. એ આપણા સૌ માટે ગૌરવની વાત કહી શકાય. આ એવોર્ડ કોલેજો, સ્કુલો, છાત્રાલયોના સાથ અને સહકારથી પ્રપ્ત થયેલ એ બદલ સૌ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરેલ. પ્રાેજેકટ ડાયરેકટર નીરંજના વિઠ્ઠલાણીએ વિદ્યાથ}આેને થેલેસેમિયા વિષેમાહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ પરીક્ષણ કરાવવા બદલ છાત્રાલયના ટ્રસ્ટીઆેનો, પ્રિન્સીપાલ, પ્રત્યે આભારની લાગણી વ્યકત કરેલ અને સાથે સાથે થેલેસેમિયા નાબુદી માટે પ્રચાર અને પ્રસાર કરવા અપીલ કરેલ, રેડક્રાેસ દ્વારા છાત્રાલયને સ્મૃતિ ચિં અર્પણ કરવામાં આવેલ. આ કેમ્પના રેડક્રાેસ ગુજરાતના ટીમલીડર નિલેશભાઇ તેમજ તેમના ટેકનિશિયનનો દ્વારા સેવા આપવામાં આવેલ 210 વિદ્યાથ}આેના થેલેસેમિયા પરીક્ષણ કરવામાં આવેલ. સંસ્થાના ટ્રસ્ટી રાજુભાઇએ થેલેસેમિયા પરીક્ષણ આપવા બદલ રેડક્રાેસનો આભાર માનેલ. આ કેમ્પના પ્રિિન્સપાલ મનીષબહેન મેહતા, તેમજ સ્ટાફ અને રેડક્રાેસના મનહરભાઇ ત્રિવેદી, અજીતસિંહને કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.

Comments

comments

VOTING POLL