આેક્ટોમ્બરમાં નરેન્દ્ર મોદી જશે કેદારનાથના દર્શને

August 29, 2018 at 10:59 am


આ વખતે કેદારનાથમાં તીર્થયાત્રીઆેની સંખ્યાનાં તમામ જૂના રેકોર્ડ તૂટી શકે છે. કેદારનાથમાં અત્યાર સુધી લગભગ સાડા છ લાખ તીર્થયાત્રીઆે પહાેંચી ચૂક્યાં છે. આવનારા દિવસમાં તીર્થયાત્રીઆેની સંખ્યા વધવાનું અનુમાન છે. આ વર્ષે કપાટ બંદી સુધી કેદારનાથમાં 10 લાખ તીર્થયાત્રીઆે પહાેંચવાનો રેકોર્ડ બની શકે છે. એટલું જ નહી આ ઉપરાંત આેકટોબર મહિનાનાં અંતમાં કેદારનાથનાં કપાટ બંધ થતાં પહેલાં એક વાર ફરી વડાપ્રધાન પણ અહી આવી શકે છે.

કેદારનાથ મંદિર સમિતિનાં અધિકારીઆેનાં જણાવ્યાં અનુસાર અત્યાર સુધીનાં ઇતિહાસમાં સૌથી વધુ તીર્થયાત્રીઆે ર01રમાં કેદારનાથ પહાેંચ્યાં હતાં. તે વર્ષે તીર્થયાત્રીઆેની સંખ્યા પ.83 લાખની નજીક હતી. ર013નાં જૂન મહિનામાં આવેલી આફત બાદ અહી જે રીતે તબાહી મચી ત્યાર બાદ તીર્થયાત્રીઆેએ અહી આવવાનું ટાળ્યું હતું.

આ આફત બાદ ર014માં માત્ર 40,000 યાત્રીઆે જ કેદારનાથ પહાેંચ્યાં હતાં. સરકારનાં પ્રયાસોથી અહીની ગાડી પાટા પર આવી અને તીર્થયાત્રીઆેની સંખ્યા પણ વધી. આ યાત્રાને લઇને આ વર્ષે ઘણી નવી યોજનાઆે અમલમાં મુકાઇ. વડાપ્રધાને ખુદ તેનું મોનિટરિ»ગ ડ્રાેન અને અન્ય આધુનિક ટેકનિકથી કર્યું. વડાપ્રધાને આ વર્ષે આ તીર્થમાં 10 લાખ તીર્થયાત્રીઆેના આવવાનું લક્ષ્ય નકકી કર્યું છે તે પૂરું થાય તેવી શકયતાઆે છે.

જે નવી યોજનાઆે અત્યાર સુધી સાકાર થઇ છે તેમાં કેદારનાથમાં મેડિટેશન માટે ગુફા એસ ધામના ભવ્ય દર્શન માટે અરાઇવલ પ્લાઝા અને મંદિર પરિસરમાં સ્થાનિક પઠાલ લગાવવાનું કામ પૂર્ણ થઇ ચૂકયું છે. કેદારનાથથી ગરુડચટ્ટી સુધી 1પ ફૂટ પહોળો રસ્તો બનાવવાની તૈયારીઆે કરાઇ છે. ગરુુડચટ્ટીમાં વડા પ્રધાન સ્વયં પોતાના રાજકીય દિવસો પહેલાં તપ કરી ચૂક્યાં છે.

Comments

comments

VOTING POLL