આેખામાં કારની હડફેટે ભિક્ષુક યુવતિનું મૃત્યુ

December 25, 2018 at 1:24 pm


આેખાના આર.કે. બંદર પાસે કારચાલકે બેદરકારીથી ચલાવીને ભિક્ષાવૃતિ કરતી એક યુવતિને હડફેટે લઇ ગંભીર ઇજા પહાેંચાડીને મોત નિપજાવ્યુ હતું આ અંગે કારચાલક સામે ફરીયાદ કરવામાં આવતા પોલીસે આગળની તજવીજ ચલાવી હતી.

આેખાના આર.કે.બંદર દ્વારકા હાઇવે રોડ પર ભિક્ષાવૃતિ કરતિ યુવતિ શિવાનીબેનને ફોરવ્હીલ કાર નં. એમએચ20બીવાય-7750ના ચાલકે ગાડી ગફલતભરી રીતે ચલાવી ભિક્ષાવૃતિ કરી રહેલી યુવતિને હડફેટે લેતા ગંભીર ઇજા થતા ઇજાગ્રસ્તને સારવાર અથ£ ખસેડવામાં આવેલ જયાં સારવાર કરનાર તબિબે મરણગયાનું જાહેર કરતા મૃતક શિવાનીના ભાઇ દિલીપભાઇએ ફોરવ્હીલ ચાલક વિરુધ્ધ ફરીયાદ નાેંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નાના વડાળા ગામમાં અિગ્ન અકસ્માતમાં યુવતિનો ભોગ લેવાયો

કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં રહેતી યુવતિ અકસ્માતે શરીરે દાઝી જતા રાજકોટ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે.

કાલાવડના નાના વડાળા ગામમાં રહેતી સોનલબેન પ્રવિણભાઇ મારકણા (ઉ.વ.18) નામની યુવતિ ગત તા. 8ના રોજ પોતાના ઘરે સ્ટવ ચાલુ કરવા જતા અચાનક ભડકો થવાથી શરીરે દાઝી ગઇ હતી. આથી યુવતિને સારવાર માટે રાજકોટ હોસ્પીટલ ખસેડવામાં આવી હતી જયાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયાનું કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાહેર થયુ છે.

જામવાડીમાં ઉત્તરqક્રયામાં આવેલા જુનાગઢના પ્રાૈઢનું મૃત્યુ

જામજોધપુરના જામવાડીમાં ઉત્તરqક્રયામાં આવેલા જુનાગઢના પ્રાૈઢ કોઇ કારણસર બેભાન થઇ જતા સારવારમાં ખસેડવામાં આવેલ જયાં તેનું મૃત્યુ નિપજયુ હતું.

જુનાગઢના હુકા પોલીસલાઇન ખાતે રહેતા મંગાભાઇ નારણભાઇ ચાવડા (ઉ.વ.59) નામના વૃધ્ધ જામવાડી ગામે ઉત્તરqક્રયામાં આવેલ હોય દરમ્યાન કોઇ કારણસર બેહોસ થઇ જતા 108માં સારવાર માટે લઇ જવામાં આવેલ જયાં મૃત્યુ થયુ હતું આ બનાવની જાણ જામવાડીમાં રહેતા અરવિંદભાઇ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL