આેખા-બાંદ્રા વચ્ચે તા.15 થી સુપર ફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન દોડાવવા રેલવેનો નિર્ણય

May 11, 2018 at 12:51 pm


Spread the love

રેલવે દ્વારા આગામી તા.15થી તા.12 જુન સુધી આેખાથી બાંદ્રા વચ્ચે સુપર ફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન દોડાવવા નિર્ણય કરવામાં આવ્યો છે અને ઉનાળાના વેકેશન દરમ્યાન આ ટે²ન દોડાવવા નકકી કરવામાં આવતાં મુસાફરોમાં આનંદની લાગણી જન્મી છે.
અગાઉ રેલવે વિભાગ સમક્ષ આેખા-બાંદ્રા સમર સ્પેશ્યલ ટે²ન દોડાવવા માંગણી કરવામાં આવી હતી, જેના અનુસંધાને રેલવે વિભાગે આ વિશેષ ટ્રેન નં. 09562 આેખા-બાંદ્રા ટર્મીનલ દોડાવવા નિર્ણય કર્યો છે, આ ટે²ન આેખાથી ઉપડી દ્વારકા ખંભાળિયા-જામનગર-હાપા-રાજકોટ-વાંકાનેર-સુરેન્દ્રનગર-વિરમગામ-અમદાવાદ, નડીયાદ-આણંદ-વડોદરા-સુરત-વાપી થઇ બોરીવલી પહાેંચશે.