આેટો ઈન્ડસ્ટ્રીમાં ભારે મંદીઃ લાખો વાહનો વણવેચાયેલાઃ પ્રાેડકશન અટકાવાયું

June 10, 2019 at 10:46 am


ભારતની પેસેન્જર િવ્હકલ માર્કેટમાં વેચાયા વગરની ગાડીઆેનો ભરાવો થયો છે અને લગભગ 50 લાખ વાહનો વેચાયાં વગર પડયાં છે. આ વાહનોનું મૂલ્ય લગભગ પાંચ અબજ ડોલર જેટલું છે. પરિણામે ફેકટરીઆે આેટો ઉત્પાદકો ચારથી સાત દિવસ સુધી કામકાજ બંધ રાખવા આયોજન કરે છે. તેના કારણે ડિલર્સને ઘણી રાહત મળશે. તેવી જ રીતે ટૂ-િવ્હલર કંપનીઆે પાસે 2.5 અબજ ડોલરના મૂલ્યનાં ત્રીસ લાખ વાહનોનો ભારવો થયો છે. ટૂ-િવ્હલર અને પેસેન્જર િવ્હકલ્સની ઈન્વેન્ટરીનું કુલ મૂલ્ય લગભગ રૂા.50,000 કરોડનું થાય છે. સરવે પ્રમાણે ટોચના 10 પેસેન્જર િવ્હકલ ઉત્પાદકોમાંથી સાતે મે અને જૂન દરમિયાન તેમના પ્લાન્ટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેના કારણે આઉટપુટમાં લગભગ 20થી 25 ટકાનો ઘટાડો થશે.
મારુતિ સુઝૂકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સે મે મહિનામાં કેટલાંક દિવસો સુધી ઉત્પાદન બંધ રાખ્યું હતું. હોન્ડા કાર્સ, રેનો-નિસાન અને સ્કોડા જેવી કાર ઉત્પાદકોએ પણ શિડયુલ્ડ અથવા આયોજનબધ્ધ રીતે 4થી 10 દિવસ સુધી પ્લાન્ટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ટૂ-િવ્હલર્સમાં હોન્ડા મોટર સાઈકલ અને સુઝુકી મોટરે પાંચથી સાત દિવસ સુધી ઉત્પાદન-કાપ મૂકયો છે. વિપરીત મેક્રાે-ઈકોનોમિક વાતાવરણના કારણે મે મહિના સુધી સળંગ સાત મહિના દરમિયાન પેસેન્જર વાહનોનું વેચાણ નેગેટિવ રહ્યું છે. માર્કેટ પહેલેથી સાતથી આઠ ટકા જેટલું ઘટયું છે. બજારમાં કારના વેચાણ ઉત્તેજન આપવા ભારે ડિસ્કાઉન્ટ અપાતું હોવા છતાં વેચાણ વધારી શકાયું નથી. ટાટા મોટર્સ ખાતે પેસેન્જર િવ્હકલ ડિવિઝનના મયંક પરીકે જણાવ્યું કે બજારનું સેનિટમેન્ટ નબળું છે અને કંપની બજારની સ્થિતિ પ્રમાણે સ્ટોકને એડ્જસ્ટ કરી રહી છે.

પરીકે જણાવ્યું કે, વાહનની માંગ જ આેછી હોય ત્યારે ઉત્પાદન કરીને સ્ટોક વધારવાનો શો ફાયદો છે એમ એ મહિનામાં ઉત્પાદન કેલિબ્રેટ કર્યું છે. જૂનમાં પણ કદાચ આવું કરવું પડશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સ્ટોક એકસચેન્જને એક નિવેદનમાં જણાવ્યું કે, કંપની પાંચથી 13 દિવસ માટે નો પ્રાેડકશન ડે પાળશે. કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે મેનેજમેન્ટના મતે પુરતા પ્રમાણમાં સ્ટોક હોવાના કારણે વાહનોની ઉપલિબ્ધ પર કોઈ વિપરીત અસર નહી પડે. મારુતિ સુઝૂકી, હોન્ડા કાર્સ, રેનો-નિસાનના પ્રવકતાએ કહ્યું કે, આ આયોજન મુજબનું શિડયુલ્ડ શટડાઉન હતું. જોબ ગ્રાેથમાં ઘટાડો, વેતનમાં ઘટાડો અને Iઘણના વધતા ભાવ તથા તરલતાની કટોકટીના કારણે ગયા વર્ષમાં સેન્ટિમેન્ટને અસર થઈ હતી. ઉદ્યાેગની સંસ્થા સિયામે સરકારને જીએસટીદર ઘટાડીને માંગને ઉત્તેજન આપવા વિનંતી કરી છે. આઈએચએસ ખાતે પ્રાેડકશન ફોરકાસ્ટિ»ગના કન્ટ્રી હેડ ગૌરવ વાંગલે જણાવ્યું કે, સરકાર દ્વારા કેલેન્ડર વર્ષ 2019માં બજાર નેગેટિવ થવાની શકયતા છે.

Comments

comments