આેફિસમાં કામના પ્રેશરના કારણે ઘટે છે કર્મચારીની સર્જનાત્મકતા

August 23, 2018 at 6:32 pm


પરિશ્રમથી જ સફળતા મળે છે તાજેતરમાં થયેલા એક અભ્યાસ અનુસાર સખત અને સતત હાર્ડવર્ક કરનારાઆેનું કર્મચારીનું પર્ફોર્મન્સ આેફિસમાં બગડે છે. તેની અસર માત્ર કારકિર્દી પર જ નહી પણ વ્યિક્તની માનસિકતા અને આરોગ્ય પર પણ થાય છે. લંડનની એક યુનિવસિર્ટીએ કરેલા એક અભ્યાસમાંથી આ વાત જાણવા મળી હતી. સતત કામને કારણે વ્યિક્ત માનસિક રીતે ભાંગી પડે છે અને અસંતોષ અનુભવે છે. કાર્યભાર હોય એવી સ્થિતિમાં વ્યિક્તનું મન નકારાત્મક બની જાય છે. સમય જતાં કર્મચારી નારાજ રહેવા લાગે છે. એકધારું કામ પર્ફોર્મન્સ અને કામની ગુણવત્તા બગાડે છે. અભ્યાસકતાર્એ જણાવ્યું હતું કે આવા કર્મચારીઆેને માલિક તરફથી પ્રાેત્સાહન મળવું જોઈએ. અભ્યાસ કરનાર ટીમે દાવો કર્યો હતો કે, સતત વર્કલોડના કારણે વ્યિક્ત પર કામનું પ્રેશર વધે છે, જેને કારણે કર્મચારીની સર્જનાત્મકતા અને વિચારો પર અસર થાય છે.

Comments

comments

VOTING POLL