આેમાનના દરિયામાં માંડવીના જહાજની જળસમાધી

August 28, 2018 at 10:49 pm


9 ક્રુ મેમ્બરોને પાછળ આવતા જહાજે બચાવી લીધા ઃ જહાજ પાણીમાં ગરક

માંડવીનું જીલ નામનું 800 વજન સાથે તે જહાજ આેમાનના દરિયાઈ વિસ્તારમાં ફુંકાયેલા વાવાઝોડામાં ડુબી ગયું હોવાનું એટલે કે, જળસમાધી લીધી હોવાના અહેવાલો છે. આ જહાજના તમામ 9 ક્રુને બચાવી લેવામાં આવ્યું છે. તેની પાછળ આવતા બીજા જહાજે તમામ ક્રુ મેમ્બરોને બચાવી મસ્કત બંદરે ઉતાર્યા હતા.

આ અંગે મળતી વિગતાે મુજબ તા. ર6-8-18ના બપાેરે 3 કલાકે માંડવીના થૈમ ટ્રેડીંગના મોહશીન હાજીઈશા થૈમની માલિકીનું વહાણ નામ જીલ ર.જી.નં. એમ.એન.વી. – ર160 – 800 ટન ધરાવતું જે શારજહાથી યમન જનરલ કાગાેૅ અને પ0થી 60 જુની ભંગાર (રીઝેક્ટ કાર) ફોરવ્હીલરો ભરીને જતું હતું. જે આેમાનના ખસબ વિસ્તારમાં વાવાઝોડાની ઝટપે ચડતા ડુબી ગયું હતું.
આ જહાજમાં માંડવીના જ ટંડેલ સહિત 10 ક્રુ મેમ્બરો હતા જેને માંડવીનું અને કંડલાની આેનસૅ સીપ વાડું બીજું વહાણ યાશીનશા નામનું પાછળ આવતાં તમામ ક્રુ મેમ્બરોને સહી સલામત ઉપાડી આેમાનમાં મસ્કત પાેર્ટ ઉપર ઉતાર્યા હતા.

માંડવી વહાણવટી એસાેસીએશનના પ્રમુખ અને થૈમ ટ્રેડીંગ કાું.ના આદમ સિધ્ધીક થૈમ જણાવતાં કે અમારી કંપનીના પાંચથી છ દાયકામાં 1પથી ર0 વહાણ અત્યાર સુધી ડુબી ગયા છે. તદઉપરાંત જણાવતાં કે આ વહાણનાે વીમો ભરાયેલ ન હતાે પણ અગાઉ ડુબેલા વહાણનાે વીમા તથા માંડવીથી ચાલતા અનેક વહાણનાે વીમા પ્રિમિયમ ભરાય છે પણ હજી સુધી કોઈને વીમો મળેલ નથી અનેક કેસાે ચાલે છે. પણ વહાણના વિમાની વળતર રકમ કોઈને પણ હજી સુધી મળી નથી.

Comments

comments

VOTING POLL