આેરિસ્સામાં વાવાઝોડુ તિતલી ત્રાટકયુઃ ભારે ખાનાખરાબી

October 11, 2018 at 10:38 am


ચક્રવાતી વાવાઝોડું તિતલી ભયાનક સ્વરુપ લઇ ચુક્યું છે. ચક્રવાતની આશંકાના ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના પાંચ જિલ્લાઆેમાંથી ત્રણ લાખથી વધારે લોકોને સુરક્ષિત સ્થળો ઉપર પહાેંચાડવામાં આવ્યા છે. આેડિશાના કાંઠા વિસ્તારમાં તિતલી ચક્રવાત પહાેંચી ગયું છે.
અત્યારે આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યાે છે. ચક્રવાત આેડિશાના કાંઠા વિસ્તારોમાં ગુરુવારે સવારે સાડા પાંચ વાગે ટકરાયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં રહેનારા 10,000 લોકોને સરકારે સુરક્ષિત સ્થળે ખસેડી લીધા છે.
આેડિશાના કાંઠા વિસ્તારના જિલ્લાઆેમાં ભારે પવન ફૂંકાઇ રહ્યાે છે. જેમાં ગંઝા, ખુદાર્, પુરી, જગતિસિંહપુર અને કેન્દ્રપાડામાંલોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તિતલી ચક્રવાતના પગલે ટ્રેન પરિવહનને અસર પડી છે. અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે. જ્યાકે કેટલીક ટ્રેનોના રુટ બદલવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારોમાં તિતલીનો કહેર ચાલું છે. અહી શ્રીકાકુલમ જિલ્લામાં ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઇ રહ્યાે છે.
ખુબ જ ખતરનાક થયેલા તિતલી વાવાઝોડાના પગલે આેડિશામાં સ્કૂલ-કોલેજો બંધ કરાઇ છે. જ્યારે ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ પહાેંચાડéા છે.ભયકંર વાવાઝોડાથી બચવા માટેની તૈયારીના ભાગરુપે આેડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી. હવામાન વિભાગના એલર્ટ બાદ આેડિશા સરકારે પાંચ તટિય વિસ્તારના આવેલા જિલ્લા ગંજામ, પુરી, ખુર્દ, જગતસિંહપુર અને કેન્દ્રપાડામાં રહેતા અંદાજે 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી છે.
તેમજ આગામી બે દિવસ સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આેડિશા તટિય વિસ્તારમાં તિતલી વાવાઝોડું પહોચ્યું છે. 126 કિમીની ઝડપે પવન ફુંકાઇ રહ્યાે છે, જ્યારે એનડીઆરએફની 18 ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે વિશાખપટ્ટનમ તરફ જઇ રહેલી અનેક ટ્રેન રØ કરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL